આ વીડિયો બાંગ્લાદેશમાં હિંદુ મહિલાઓ પર થતા અત્યાચારનો નથી… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

વિદ્યાર્થીઓના વિરોધને કારણે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો હતો. બાંગ્લાદેશનું વહીવટ હવે બાંગ્લાદેશ આર્મી દ્વારા રચાયેલી વચગાળાની સરકાર દ્વારા લેવામાં આવશે. આ સરકારનું નેતૃત્વ નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસ કરે છે. જેમ આપણે શ્રીલંકામાં જોયું છે તેમ બાંગ્લાદેશમાં પણ દેખાવકારો શેખ હસીનાના નિવાસસ્થાન ગણ ભવનમાં ઘૂસીને મોજ-મસ્તી કરતા અને વસ્તુઓ ચોરી કરતા જોવા મળ્યા છે. દરમિયાન, બાંગ્લાદેશના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ફરતા થયા છે. 

આવા જ એક વીડિયોમાં આપણે જોઈએ છીએ કે યુવતીઓનું એક જૂથ કેટલીક યુવતીઓને થાંભલા સાથે બાંધી રહ્યું છે. આ વીડિયો બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારનો હોય તે રીતે સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બાંગ્લાદેશમાં હિંદુ મહિલાઓ સાથે મુસ્લિમ મહિલાઓ દ્વારા હાલમાં કરવામાં આવી રહેલા અત્યાચારનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ કે આ ઘટના ગત મહિનાની છે. આ વીડિયો જૂલાઈ મહિનાથી ફેસબુક પર ફરતો થઈ રહ્યો છે. વીડિયોના વર્ણનમાં જણાવાયું છે કે, બાંગ્લાદેશમાં અનામતનો વિરોધ કરી રહેલી મહિલા વિદ્યાર્થીઓ શેખ હસીનાની પાર્ટી અવામી લીગની વિદ્યાર્થી ચળવળ છાત્ર લીગની સભ્ય મહિલા વિદ્યાર્થીઓને એક પિલોર સાથે બાંધી રહી છે.

ફેસબુક | સંગ્રહ

આ ઘટના બદ્રીનેસા કોલેજમાં બની હતી. બાંગ્લાદેશના ઓનલાઈન મીડિયા જાગો ન્યૂઝ 24એ પણ આ ઘટના અંગે જાણ કરી છે. આ અહેવાલ મુજબ, આ ઘટના બાંગ્લાદેશની બેગમ બદ્રીન્સા કોલેજમાં બની હતી. આ ઘટના 1 જુલાઈના રોજ બની હતી. આ કોલેજમાં, અવામી લીગ તરફી વિદ્યાર્થીઓ પર ગુંડાગીરીનો આરોપ હતો અને અન્ય વિદ્યાર્થીઓએ તેમનો સામનો કર્યો હતો.

જાગોન્યુઝ | સંગ્રહ

બાંગ્લાદેશમાં એક સ્વતંત્ર તથ્ય-ચકાસણી ચળવળ અને IFCN ના સભ્ય અને રૂમર સ્કેનરના ફેક્ટ ચેકર શોહાનુર રહેમાને પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયોની સત્યતા પોસ્ટ કરી છે. તેમણે જણાવ્યુ હતુ કે, વીડિયોમાં દેખાતી યુવતીઓ આવામી લીગના વિદ્યાર્થી આંદોલનની સભ્યો છે. આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારના ખોટા વર્ણન સાથે વીડિયો ફરતો કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં દેખાતી યુવતીઓ બેગમ બદ્રીનેસા કોલેજમાં અભ્યાસ કરે છે. વીડિયોમાં તેઓ વિદ્યાર્થી આંદોલનના સભ્યોને બાંધી રહ્યા છે જેઓ શેખ હસીનાનું સમર્થન કરે છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:આ વીડિયો બાંગ્લાદેશમાં હિંદુ મહિલાઓ પર થતા અત્યાચારનો નથી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False