આ વીડિયોમાં UGCના નિયમો સામે તાજેતરના વિરોધ પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ વીડિયો ડિસેમ્બર 2025નો છે અને તેમાં નેશનલ હેરાલ્ડ કેસ પર છત્તીસગઢમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા છે.

ઉચ્ચ શિક્ષણ કેમ્પસમાં સમાનતાને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમોનો સર્વત્ર વિરોધ થયો. સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં જાતિવાદી ઘટનાઓને રોકવા માટે લાગુ કરાયેલા નવા નિયમોએ સામાજિક તણાવનું વાતાવરણ ઉભું કર્યું છે. આ વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની છબીઓવાળા પોસ્ટર પર લોકો શાહી ફેંકતા જોવા મળતો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો UGC નિયમો સામે  હાલમાં ચાલી રહ્યા વિરોધ પ્રદર્શનના તાજેતરના દ્રશ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 28 જાન્યુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો UGC નિયમો સામે હાલમાં ચાલી રહ્યા વિરોધ પ્રદર્શનના તાજેતરના દ્રશ્યો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 22 ડિસેમ્બર 2025ના રોજ અપલોડ કરાયેલ નાસેર ખાન દ્વારા ફેસબુક પોસ્ટ પર લઈ ગયા. હિન્દીમાં પોસ્ટનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું હતું, “દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ખાનગી એફઆઈઆરના આધારે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને એલઓપી રાહુલ ગાંધી વિરૂદ્ધ નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યા પછી કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહ છે.”

આ ક્લુનો ઉપયોગ કરીને, અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ કર્યું અને પરિણામો પરથી અમને દૈનિક ભાસ્કરના એક સમાચાર અહેવાલ તરફ દોરી ગયા. તેમાં જણાવાયું છે કે કોંગ્રેસ પાર્ટીએ નેશનલ હેરાલ્ડ કેસના જવાબમાં છત્તીસગઢના રાયપુરમાં એક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કાર્યાલય પાસે પહોંચતા મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ પ્રદર્શન દરમિયાન, કાર્યકરોએ પીએમ મોદી અને શાહના પોસ્ટરો પર કાળી શાહીથી રંગ્યા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. વિરોધીઓએ બેરિકેડ તોડી નાખ્યા હોવાના અહેવાલ છે, પરંતુ પોલીસે તેમને રોકવા માટે ઝડપથી હસ્તક્ષેપ કર્યો.

આ બધા પુરાવાઓના આધારે, એ સ્પષ્ટ થાય છે કે આ વીડિયો જૂનો છે અને તેને યુજીસીના નવા નિયમો સામેના તાજેતરના વિરોધ પ્રદર્શનો સાથે ખોટી રીતે જોડવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો સાથે કરવામાં આવેલા દાવાને ખોટો છે. આ વીડિયોમાં કોંગ્રેસના કાર્યકરો છત્તીસગઢમાં નેશનલ હેરાલ્ડ કેસ અંગે ભાજપ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરતા જોવા મળે છે અને તે ડિસેમ્બર 2025નો છે. તેને UGC સાથે કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:આ વીડિયોમાં UGCના નિયમો સામે તાજેતરના વિરોધ પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *