
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ પોતાની પુત્રી સાથે લગ્ન કરવાની વાત કરી રહ્યો છે. વીડિયોમાં ટોપી પહેરેલો એક માણસ એક યુવાન છોકરી સાથે બેઠો છે અને કહે છે કે, જો મેં મારી પુત્રી સાથે લગ્ન કર્યા તો મેં શું ખોટું કર્યું? વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એક મુસ્લિમ વ્યક્તિએ પોતાની પુત્રી સાથે લગ્ન કર્યા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 માર્ચ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “એક મુસ્લિમ વ્યક્તિએ પોતાની પુત્રી સાથે લગ્ન કર્યા છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં, અમે વાયરલ વીડિયોમાંથી કેટલીક તસવીરોની રિવર્સ ઇમેજ સર્ચ કરી. પરિણામે, અમને ફેસબુક પેજ પર વાયરલ વીડિયો મળ્યો. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં, એક યુઝરે લખ્યું છે કે વાયરલ વીડિયો નકલી છે.
આપેલી માહિતીનો ઉપયોગ કરીને, વધુ શોધખોળ કરતાં અમને રાજ ઠાકુર નામના વ્યક્તિનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળ્યું. અહીં વાયરલ થયેલો વીડિયો 5 માર્ચે અપલોડ કરવામાં આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ રીલ્સના કેપ્શનમાં જણાવાયું છે કે આ વીડિયો સંપૂર્ણપણે સ્ક્રિપ્ટેડ છે અને કોઈ વાસ્તવિક ઘટનાનો નથી.
રાજ ઠાકુરે પોતાની યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો પણ અપલોડ કર્યો છે. અહીં એ પણ જણાવવામાં આવે છે કે આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે.
આ ઉપરાંત, રાજ ઠાકુરે ઘણા એવા સ્ક્રિપ્ટેડ વીડિયો અપલોડ કર્યા છે જે ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, એક મુસ્લિમ પુરુષ પોતાની પુત્રી સાથે લગ્ન કરી રહ્યો છે તેનો વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. આ કોઈ વાસ્તવિક ઘટના નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:એક મુસ્લિમ પુરૂષનો પોતાની પુત્રી સાથે લગ્ન કર્યાનો વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ છે…જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
