
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ મહિલા દ્વારા હલાલા કરીને તેના જ સસરા સાથે તેના લગ્ન કરવામાં આવ્યા હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે…?
એક ફેસબુક યુઝર દ્વારા 25 મે, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હલાલા એટલે શું? કોઈને ખબર ના હોય તો સમજી લેજો પહેલા 😂. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ મહિલા દ્વારા હલાલા કરીને તેના જ સસરા સાથે તેના લગ્ન કરવામાં આવ્યા હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે.
Facebook Post | Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Ashwani Pandey નામના એક યુટ્યુબ યુઝર દ્વારા 28 એપ્રિલ, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
આ વીડિયોમાં 6 સેકન્ડ પર એક નોટીસ જોઈ શકાય છે. જેમાં એવું લખેલું છે કે,
“This video is purely made for entertainment purposes only. This video has no intention to disrespect or defame based on race color, ancestry, national origin ethnic group identification, age, religion, marital or parental status, physical or mental disability, sex, sexual, orientation gender, gender identity or expression.”
અનુવાદ – “આ વીડિયો ફક્ત મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવ્યો છે. આ વીડિયો જાતિ, રંગ, વંશ, રાષ્ટ્રીય મૂળ, વંશીય જૂથ ઓળખ, ઉંમર, ધર્મ, વૈવાહિક અથવા માતાપિતાની સ્થિતિ, શારીરિક અથવા માનસિક અપંગતા, લિંગ, જાતિ, જાતીય અભિગમ, લિંગ ઓળખ અથવા અભિવ્યક્તિના આધારે અપમાન કરવાનો કે બદનામ કરવાનો કોઈ ઈરાદો નથી.”
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અશ્વની પાંડેના ફેસબુક પેજ પણ પ્રાપ્ત થયો. જેમાં વાયરલ વીડિયોમાં જોવા મળતા કલાકારોના વધુ વીડિયો હતા. પેજના વર્ણન મુજબ તેમાં ટીખળના વીડિયો છે. અહીં પણ, વીડિયો પર એક ડિસ્ક્લેમર છે જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે તે સ્ક્રિપ્ટેડ છે.
2 ઓગસ્ટ, 2017 ના રોજ, સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને રદ કરી દીધો હતો, તાત્કાલિક છૂટાછેડાની પ્રથાને “રદબાતલ, ગેરકાયદેસર અને ગેરબંધારણીય” ગણાવી હતી અને સંસદને તેના પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો બનાવવા કહ્યું હતું. તેના પર પ્રતિબંધ મૂકવા માટે સંસદ દ્વારા કાયદો પસાર કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:સસરા સાથે લગ્ન કર્યા હોવાની માહિતી આપતી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
