
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પિઝા ડિલિવરી કરતા તેના સહપાઠી યુવકની મઝાક ઉડાવી રહેલી યુવતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક યુવતી પિઝા ડિલિવરી કરતા તેના સહપાઠી યુવકની મઝાક ઉડાવી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પિઝા ડિલિવરી કરતા તેના સહપાઠી યુવકની મઝાક ઉડાવી રહેલી યુવતીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 30 જાન્યુઆરી, 2026ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જવાબદારી નિભાવવી એ શરમ નથી, કોઈના કામને હલકું ગણવું એ મોટી ભૂલ
સોશિયલ મીડિયા પર એક યુવતીએ પિઝા ડિલિવરી કરતા તેના જૂના મિત્રની મજાક ઉડાવી હતી. આ વીડિયો જોઈ લોકો કહી રહ્યા છે કે છોકરાઓ પર નાની ઉંમરે પરિવારની જવાબદારી આવી જાય ત્યારે સપના બાજુ પર મૂકી કામ કરવું પડે છે. પ્રામાણિકપણે મહેનત કરવી એ ગૌરવની વાત છે, કોઈના સંઘર્ષની મજાક ઉડાવવી એ શરમજનક છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક યુવતી પિઝા ડિલિવરી કરતા તેના સહપાઠી યુવકની મઝાક ઉડાવી રહી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો અમને ‘ri_shika3317’ નામની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર મળ્યો હતો, જેનું સંચાલન ઋષિકા નામની વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ જ વાયરલ વીડિયો 27 જાન્યુઆરી, 2026ના રોજ ત્યાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારથી આ વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવી છે, આ વીડિયોના વર્ણનમાં એક ડિસ્ક્લેમર જોઈ શકાય છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, તે ફક્ત અભિનય કરી રહ્યો હતો.

જ્યારે આ વીડિયો વાયરલ થયો અને તેની ટીકાઓ વધુ તીવ્ર બની, ત્યારે એક નવો બનાવ સામે આવ્યો જ્યાં મહિલાએ પોતાની વાત સ્પષ્ટ કરવા માટે કહ્યું કે “તે સ્ક્રિપ્ટેડ હતું”. વાયરલ પિઝા ડિલિવરી કરનાર વ્યક્તિ સાથે વીડિયો શેર કરતાં તે કહે છે, “અમે ફક્ત એક કોમેડી વીડિયો બનાવી રહ્યા હતા. આજના યુગમાં, લોકો હકીકતો ચકાસવાની તસ્દી લેતા નથી; તેઓ ફક્ત બેન્ડવેગનમાં કૂદી પડે છે અને આક્રોશમાં જોડાય છે. કન્ટેન્ટ ક્રિએટર્સ તરીકે, અમે હંમેશા કોમેડી ખાતર કંઈક નવું બનાવીએ છીએ.
આ વીડિયો મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે. આ વીડિયો વાસ્તવિક ઘટના નથી, તે સ્ક્રિપ્ટેડ છે.
https://www.instagram.com/rishi__nikalje_74/reel/DUGB3DYEpr9
ઋષિકાએ બીજી પોસ્ટ શેર કરી અને સ્પષ્ટતા કરી કે, આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે. તેઓ વાસ્તવિક જીવનમાં સારા મિત્રો છે. તેમના ચાર મિત્રોના જૂથે કોમેડી વીડિયો બનાવવાના ઉદ્દેશ્યથી આ વાયરલ વીડિયો બનાવ્યો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ડિલિવરી બોયની ભૂમિકા ભજવનાર યુવક 30 વર્ષનો નહીં, પરંતુ 22 વર્ષનો છે.
https://www.instagram.com/ri_shika3317/reel/DUIrjy8icq4
ડિલિવરી બોયની ભૂમિકા ભજવનાર યુવકનું નામ તરુણ સિંહ છે. ભ્રામક દાવાઓ સાથે વીડિયો વાયરલ થયા પછી, તરુણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો જેમાં સ્પષ્ટતા કરવામાં આવી કે, આ વીડિયો ફક્ત મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવ્યો છે.
https://www.instagram.com/singhtarun000/reel/DUHMX_DE9Cv
આયુષી સિંહ નામની બીજી એક છોકરી ચાર મિત્રોના જૂથમાં છે. તેણીએ એક વીડિયો પણ પોસ્ટ કરી અને સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું, અને કહ્યું કે, તેમણે આ વીડિયો પટના શહેરમાં રેકોર્ડ કર્યો હતો. એક કન્ટેન્ટ ક્રિએટર તરીકે, તેણીએ કહ્યું કે, આ વાયરલ વીડિયો ખરેખર એક સ્ક્રિપ્ટેડ કન્ટેન્ટ છે. કેપ્શનમાં, તેણીએ લખ્યું, “મિત્રો, તે ફક્ત એક મજાક માટેનો વીડિયો હતો.”

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોઈ વાસ્તવિક ઘટના નહીં પરંતુ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પિઝા ડિલિવરી કરતા તેના સહપાઠી યુવકની મઝાક ઉડાવી રહેલી યુવતીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો પિઝા ડિલિવરી કરતા તેના સહપાઠી યુવકની મઝાક ઉડાવી રહેલી યુવતીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Misleading


