રન-વે પર ભોજન રહી લઈ રહેલા મુસાફરોનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ.. જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

એરપોર્ટના રનવે પર મુસાફરો ફ્લોર પર બેસીને ખાતા હોવાનો વીડિયો ગયા વર્ષના જાન્યુઆરીનો છે અને તેને તાજેતરની પરિસ્થિતી સાથે કોઈ સંબંધ નથી.

ઇન્ડિગોની અનેક ફ્લાઇટ રદ થવાના કારણે સર્જાયેલા સંકટ વચ્ચે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં કેટલાક મુસાફરો એરપોર્ટ પર ફ્લોર પર બેસીને ખોરાક ખાતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાજેતરના ઇન્ડિગો સંકટ વચ્ચે, મુસાફરોએ રનવે પર જમવા બેસી ગયા હતા.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તાજેતરના ઇન્ડિગો સંકટ વચ્ચે, મુસાફરોએ રનવે પર જમવા બેસી ગયા હતા.”

Facebook 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ANI ના ઓફિશિયલ ટ્વિટર પર 15 જાન્યુઆરી 2024ના શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં ઓપરેશનલ સમસ્યાઓનો સામનો કર્યા પછી, મુંબઈ એરપોર્ટના એપ્રોન વિસ્તારમાં મુસાફરો ખોરાક ખાતા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ ઘટના 14 જાન્યુઆરી 2024ના રોજ બની હતી, જ્યારે ગોવાથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર 6E 2195 હતી.” 

તેમજ વધુ સર્ચ કરતા અમને 15 જાન્યુઆરી ૨૦૨4ના રોજ ANI ની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ગોવા-દિલ્હી ફ્લાઇટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી અને એરપોર્ટ રેમ્પ પર મુસાફરો ખાતા હોવાનો વીડિયો વાયરલ થયા પછી, એરલાઇને માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે પગલાં લેવાનું વચન આપ્યું હતું. દિલ્હીમાં ઓછી દૃશ્યતાને કારણે ફ્લાઇટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી.

Archive

તેમજ આ અંગે જ વધુ કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 17 જાન્યુઆરી 2024ના ઇન્ડિયા ટીવીની વેબસાઇટ પર પ્રકાશિત ઘટનાના ફોલો-અપ રિપોર્ટ અનુસાર, આ મામલે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)દ્વારા ઇન્ડિગો એરલાઇન્સ અને મુંબઈ એરપોર્ટને દંડ ફટકારવામાં આવ્યો છે. મુસાફરોને એપ્રોન વિસ્તારમાં ખાવા બદલ ઇન્ડિગો એરલાઇન્સને 1.2 કરોડ રૂપિયાનો અને મુંબઈ એરપોર્ટને ૬૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. નિયમનકાર BCASએ મુંબઈ એરપોર્ટ ઓપરેટર MIAL ને 6૦ લાખ રૂપિયા અને DGCA ને ૩૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જાન્યુઆરી 2024નો છે. જેને હાલની પરિસ્થિતી સાથે કોઈ લેવા-દેવા નથી. હાલ તેને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:રન-વે પર ભોજન રહી લઈ રહેલા મુસાફરોનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ.. જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia  

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *