જાણો તાજેતરમાં ઈરાન દ્વારા દુબઈ અને અબુધાબી પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મિસાઈલ હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈરાન દ્વારા દુબઈ અને અબુધાબી પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મિસાઈલ હુમલાના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2024 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. જેમાં એ માહિતી આપવામાં આવી હતી કે, ઈરાન દ્વારા ઈઝરાયેલના તેલ અવીવ શહેર પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો 14 જૂન, 2025ના રોજ PTI દ્વારા તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, શુક્રવાર અને શનિવારની રાત્રે ઈરાને ઈઝરાયલ દ્વારા તેના પરમાણુ અને લશ્કરી સ્થાપનો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં તેના પર મિસાઈલો છોડી. તેલ અવીવના આ દ્રશ્યો છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયો તાજેતરનો નહીં પરંતુ જૂનો છે.

વધુમાં અમને આ જ વીડિયો અન્ય સમાચારમાં પણ પ્રાપ્ત થયો હતો. જે તમે અહીં જોઈ શકો છો. bhaskarenglish.in | dailymotion.com

અમારી વધુ તપાસમાં અમને આ જ વીડિયો એક યુટ્યુબ ચેનલ પર 3 ઓક્ટોબર, 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ એવી જ માહિતી આપવામાં આવી હતી કે, ઈરાન દ્વારા તેલ અવીવ પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે.

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયો તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2024થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મિસાઈલ હુમલાના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2024 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. જેમાં એ માહિતી આપવામાં આવી હતી કે, ઈરાન દ્વારા ઈઝરાયેલના તેલ અવીવ શહેર પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો તાજેતરમાં ઈરાન દ્વારા દુબઈ અને અબુધાબી પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *