
અમેરિકા અને ઇઝરાયલે ઇરાન વિરૂદ્ધ લશ્કરી કાર્યવાહી તીવ્ર બનાવી છે, જેના પરિણામે મિસાઇલની આપ-લે વધી છે. ઇરાની મિસાઇલો અને ડ્રોન દુબઈમાં લક્ષ્યો પર હુમલો કરી રહ્યા છે, જ્યારે ઇઝરાયલ પર વધારાની મિસાઇલો નિર્દેશિત કરવામાં આવી છે. જવાબમાં, ઇઝરાયલે તેની આક્રમક કાર્યવાહીનો વિસ્તાર કર્યો છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર અનેક ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જોકે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે શેર કરવામાં આવી રહેલી બધી પોસ્ટ સાચી અને સચોટ નથી.
આ દરમિયાન, એક નાટકીય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં એક મહિલા તેના દુબઈ એપાર્ટમેન્ટમાંથી તે જ ક્ષણે લાઇવસ્ટ્રીમિંગ કરતી દેખાઈ રહી છે જ્યારે તેના પર ઇરાની મિસાઇલ હુમલો થયો હતો.
25 સેકન્ડ લાંબા વીડિયોમાં, એક યુવતી લાઇવ સ્ટ્રીમિંગ ચાલુ કરતી અને કેમેરા સાથે વાત કરતી જોઈ શકાય છે. અચાનક, એક અવાજ સંભળાય છે અને યુવતી ઉભી થાય છે. વીડિયોમાં પછી વિસ્ફોટ દેખાય છે અને લાઇવ સ્ટ્રીમિંગ સમાપ્ત થાય છે. વીડિયો શેર કરનારા યુઝર્સએ દાવો કર્યો છે કે, “આ વીડિયો તાજેતરમાં દુબઈમાં શૂટ કરવામાં આવ્યો હતો અને તેને ઇરાનના હુમલાઓ સાથે જોડ્યો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
અમારી તપાસ અમે ગૂગલ પર રિવર્સ ઇમેજ સર્ચથી શરૂ થઈ અને પરિણામો અમને મૂળ વીડિયો પર લઈ ગયા જે યુટ્યુબ પર એક વિદેશી ફિલિપિનો કાર્યકર એડલિન કેન્ડિડો લેક્સે દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો, જે લેબનોનમાં લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યી હતી. તેણીએ 6 ઓગસ્ટ, 2020ના રોજ યુટ્યુબ પર “બ્લાસ્ટ જ્યારે હું મારા સ્ટ્રીમિંગ પર છું” કેપ્શન હેઠળ વીડિયો પોસ્ટ કરી છે.
જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થયો, ત્યારે લેક્સે 3 માર્ચ, 2026ના રોજ તેના ફેસબુક એકાઉન્ટ પર દુબઈના દાવાઓનું ખંડન કર્યું. તેણીએ કહ્યું, “વીડિયોમાં હું જ છું; આ લેબનોન 2020નો છે. હું સુરક્ષિત છું, અને હું હવે ફિલિપાઇન્સમાં છું. બ્લોગર્સ તેને TikTok પર ફરીથી પોસ્ટ કરી રહ્યા છે.”
આ વીડિયો 2020નો છે, તે જ વર્ષે બેરૂતમાં એક વિનાશક વિસ્ફોટ થયો હતો. 4 ઓગસ્ટ, 2020ના રોજ મોટી માત્રામાં એમોનિયમ નાઈટ્રેટ સળગાવ્યા પછી રાજધાનીમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટથી વ્યાપક વિનાશ થયો અને તે સમગ્ર શહેરમાં અનુભવાયો. વિસ્ફોટ વર્ષોથી બંદર પર સંગ્રહિત વિસ્ફોટક સામગ્રીના મોટા ભંડારને સળગાવવાને કારણે થયો હતો.
તેથી, 6 ઓગસ્ટ, 2020 ના રોજ અપલોડ કરાયેલ લાઇવસ્ટ્રીમ તે સમયનો છે અને વર્તમાન પ્રાદેશિક તણાવ સાથે જોડાયેલો નથી. આ વીડિયો ખરેખર 2020નો છે અને લેબનોનમાં શૂટ કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો સાથે કરવામાં આવેલ દાવો ખોટો છે. આ લેબનોનનો એક જૂનો વીડિયો છે; તે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ સાથે સંબંધિત નથી. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.


