
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતે પાકિસ્તાન પર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાન પર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતે પાકિસ્તાન પર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના હુમલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2024માં ઈરાને ઈઝરાયેલ પર કરેલા હુમલાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ‘ઓપરેશન સિંદૂર’ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 7 એપ્રિલ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પાકિસ્તાન પર ભારત ની એર મિસાઈલ સ્ટ્રાઇક. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાન પર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના હુમલાનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ડીડી ઈન્ડિયા દ્વારા 2 ઓક્ટોમ્બર, 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ વીડિયો ઓપરેશન સિંદૂર હુમલા પહેલાંનો છે. સમાચાર મુજબ, આ વીડિયો નેગેવ રણમાં નેવાટીમ એરબેઝને નિશાન બનાવતી ઈરાની મિસાઇલોનો છે.
દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાના બદલામાં ઈરાને 1 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર લગભગ 200 મિસાઈલ છોડી હતી.
અમારી વધુ તપાસમાં અમને ડીડી જીયોપોલિટિક્સ નામના એક સત્તાવાર ટ્વિટર યુઝર દ્વારા પણ આજ વીડિયો અને માહિતી સાથેની પોસ્ટ 1 ઓક્ટોમ્બર, 2024ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતે પાકિસ્તાન પર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના હુમલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2024માં ઈરાને ઈઝરાયેલ પર કરેલા હુમલાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ‘ઓપરેશન સિંદૂર’ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
