તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંતિમ સંસ્કારમાં ઉમટેલી ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મૃત્યુ પામેલા ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના અંતિમ સંસ્કારમાં ઉમટેલી ભીડનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના અંતિમ સંસ્કારના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2025નો છે. આ વીડિયો હિઝબુલ્લાહ નેતા હસન નસરાલ્લાહના અંતિમ સંસ્કારમાં ઉમટેલી ભીડનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ વીડિયો સાથેના સમાચાર Sky News દ્વારા 23 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દક્ષિણ બૈરૂતના કેમિલ ચામૌન સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ ખાતે યોજાનાર હિઝબુલ્લાહ નેતા હસન નસરાલ્લાહના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજર રહ્યા તેનો આ લાઇવ વીડિયો છે.
અમારી વધુ તપાસમાં અમને આ જ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. i24news English | DW News
aljazeera.com દ્વારા પણ આ જ માહિતી અને વીડિયો સાથેના સમાચાર 23 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના અંતિમ સંસ્કારના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2025નો છે. આ વીડિયો હિઝબુલ્લાહ નેતા હસન નસરાલ્લાહના અંતિમ સંસ્કારમાં ઉમટેલી ભીડનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


