જાણો તાજેતરમાં ઈન્ડોનેશિયા ખાતે આવેલા ભૂકંપના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના સીસીટીવીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈન્ડોનેશિયામાં આવેલા 7.4ની તીવ્રતાના ભૂકંપનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2025માં ફિલિપાઈન્સ ખાતે આવેલા ભૂકંપનો છે. આ વીડિયોને તાજેતરમાં ઈન્ડોનેશિયા ખાતે આવેલા ભૂકંપ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી સ્ક્રીનશોટ લીધો અને રિવર્સ ઈમેજ સર્ચ કર્યું. જેનાથી અમને આ જ વાયરલ વીડિયો સાથેના સમાચાર હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા 10 ઓક્ટોબર, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં વાયરલ વીડિયોના સ્ક્રીનશોટ જેવો જ એક ફોટો હતો.

અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, “શુક્રવારે દક્ષિણ ફિલિપાઇન્સમાં રિક્ટર સ્કેલ પર 7.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે હજારો લોકો શેરીઓમાં ભાગી ગયા હતા અને મિંડાનાઓમાં વ્યાપક ગભરાટ ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા નાટકીય વીડિયોમાં ભયભીત રહેવાસીઓ ઇમારતોમાંથી બહાર દોડી રહ્યા હતા અને સલામતી માટે દોડી રહ્યા હતા કારણ કે, ભૂકંપના આંચકાઓએ પ્રદેશને હચમચાવી નાખ્યો હતો.”

આગળ વધતાં અમને 10 ઓક્ટોબર, 2025ના રોજ TRT વર્લ્ડના ફેસબુક પેજ પર વાયરલ વીડિયો મળ્યો. પોસ્ટ અનુસાર આ વીડિયો 10 ઓક્ટોબર, 2025ના રોજ ફિલિપાઇન્સમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ દર્શાવે છે.

https://www.facebook.com/reel/1511765240016404

આ જ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો.

economictimes.indiatimes.com | On Demand News

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ભૂકંપનો આ વાયરલ વીડિયો તાજેતરમાં ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપનો નહીં પરંતુ વર્ષ 2025માં ફિલિપાઈન્સમાં આવેલા ભૂકંપનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2025માં ફિલિપાઈન્સ ખાતે આવેલા ભૂકંપનો છે. આ વીડિયોને તાજેતરમાં ઈન્ડોનેશિયા ખાતે આવેલા ભૂકંપ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો તાજેતરમાં ઈન્ડોનેશિયા ખાતે આવેલા ભૂકંપના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

Fact Check By: Vikas Vyas

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *