
વેનેઝુએલા પરના હુમલા બાદ, યુએસ સેનાએ ઉત્તર સમુદ્રમાં રશિયન ધ્વજવાળા તેલ ટેન્કર અને અન્ય એક જહાજને જપ્ત કર્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સૈનિકો લશ્કરી હેલિકોપ્ટરમાંથી જહાજ પર ઉતરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “યુએસ સેનાએ વેનેઝુએલાથી આવતા રશિયન ધ્વજવાળા તેલ ટેન્કરને જપ્ત કર્યું તેનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 08 જાન્યુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યુએસ સેનાએ વેનેઝુએલાથી આવતા રશિયન ધ્વજવાળા તેલ ટેન્કરને જપ્ત કર્યું તેનો વીડિયો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 6 ઓક્ટોબર, 2025ના રોજ સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ વેબસાઇટ પરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “એક પ્રદર્શન દરમિયાન યુએસ નેવી ટીમ અમેરિકન જહાજના ડેક પર ઉતરી રહી છે.” રિપોર્ટ અનુસાર, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેવીની 250મી વર્ષગાંઠ પર વર્જિનિયાના નોર્ફોકમાં યુએસ નેવીની પ્રશંસા કરી.

તેમજ વધુ સર્ચ કરતા અમને આ ફોટો ગેટ્ટી ઈમેજીસ પર પણ પ્રાપ્ત થઈ હતી. જેના કેપ્શનમાં લખ્યું છે, “5 ઓક્ટોબર, 2025ના રોજ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ માટે પ્રદર્શન દરમિયાન યુએસ નેવી સીલ ટીમ યુએસએસ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ એરક્રાફ્ટ કેરિયરના ડેક પર ઉતરી રહી છે. એરક્રાફ્ટ કેરિયર નોર્ફોક, વર્જિનિયા નજીક સમુદ્રમાં હતું.”

તેમજ વધુ સર્ચ કરતા અમને ઇન્સ્ટાગ્રામ યુઝર aviationdiaryhdએ 6 ઓક્ટોબર 2025ના રોજ વાયરલ વીડિયો પોસ્ટ કર્યો, જેમાં લખ્યું, “નૌકાદળ સેવાના 250 વર્ષની ઉજવણી કરતા, નેવી સીલ્સે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીની સામે યુએસએસ જ્યોર્જ એચ.ડબ્લ્યુ. બુશ પર લાઇવ-ફાયર પ્રદર્શન કર્યું.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં અમેરિકાની કાર્યવાહીનો નથી પરંતુ ઓક્ટોબર મહિનાનો અમેરિકાની નૌકાદળની ઉજવણી દરમિયાનનો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:અમેરિકન સેનાએ રશિયન તેલ ટેન્કર કબજે કર્યું હોવાના દાવા સાથે જૂનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading


