પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ સોનું વેલ્લોરમાં જ્વેલરી શો રૂમમાં થયેલ ચોરીનું છે. મંદિરના પુજારી સાથે તેને કોઈ સંબંધ નથી.

સોશિયલ મિડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટેબલ પર સોનાના દાગીના ગોઠવેલા જોવા મળે છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મંદિરના પુજારીના ઘર માંથી સોનના દાગીના મળી આવ્યા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 31 જૂલાઈ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મંદિરના પુજારીના ઘર માંથી સોનના દાગીના મળી આવ્યા.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ ચલાવીને અમારી તપાસ શરૂ કરી, જેના કારણે અમને ETV આંધ્રપ્રદેશ દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સનો વિડિયો મળ્યો.
વિડિયોમાં ફોટોમાંના દ્રશ્યો જોવા મળતા હતા. આ વિડિયો અનુસાર, તમિલનાડુની વેલ્લોર પોલીસે 15 કિલો ચોરેલું સોનું જપ્ત કર્યું છે, જેની માહિતી પ્રેસ કોન્ફરન્સ કરીને આપવામાં આવી હતી.
અમને ઉપરના વિડીયોમાં “જોયલુક્કાસ” શબ્દ લખાયેલો મળ્યો. આને ધ્યાનમાં રાખીને, અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ ચલાવ્યું. પરિણામો પરથી, અમને જાણવા મળ્યું કે વેલ્લોરમાં જોયાલુક્કાસ જ્વેલરી નામનો એક મોટો જ્વેલરી શોરૂમ છે.
વિકટન ટીવી નામની ચેનલ પર 23 ડિસેમ્બરે પ્રસારિત થયેલો અહેવાલ અમને મળ્યો હતો જેમા માહિતી આપવામાં આવી હતી કે, વેલ્લોરના એક જ્વેલરી શોરૂમમાંથી 8 કરોડની કિંમતના 15.9 કિલો સોના અને હિરાની ચોરી થઈ હતી.
વેલ્લોર પોલીસે ઓદુગાથુર નામના સ્થળેથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું કે તેણે યુટ્યુબ વિડિયો જોઈને ચોરીને અંજામ આપ્યો હતો.
આ ઉપરાંત, 21 ડિસેમ્બરના રોજ પ્રકાશિત ધ હિન્દુ દ્વારા એક સમાચાર મળ્યા હતા. અહેવાલ મુજબ, આ કેસમાં, 23 વર્ષીય ટી.કે. રમન નામના ગુનેગારની ઓડુગાથુર ગામમાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. ચોરીના દાગીના તેમણે જમીન નીચે દાટી દીધા હતા. નોર્થ વેલ્લોર પોલીસે કેસ નોંધ્યો છે.
ગુનેગારે એક અઠવાડિયા સુધી જ્વેલરીના શોરૂમની દિવાલમાં છિદ્રો બનાવવાનું ચાલુ રાખ્યું અને પછી એક દિવસ અમે છિદ્રમાંથી શોરૂમમાં પ્રવેશ્યા અને દાગીનાની લૂંટ ચલાવી.
આગળ, ફેક્ટ ક્રેસેન્ડોએ વેલ્લોરના ડીઆઈજી શ્રી એ.જી. બાબુનો સંપર્ક કર્યો, જેમણે અમને પુષ્ટિ આપી કે, વાયરલ તસવીર સાથે કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે. વાયરલ વિડિયો વેલ્લોરમાં જપ્ત કરાયેલા સોનાની ચોરીના દાગીના સાથે સંબંધિત છે. આ વિડિયોનો મંદિરના પુજારી સાથે કોઈ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ સોનું વેલ્લોરમાં જ્વેલરી શો રૂમમાં થયેલ ચોરીનું છે. મંદિરના પુજારી સાથે તેને કોઈ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:પુજારીના ઘરે રેડ દરમિયાનનો વીડિયો હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
