
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેલવે સ્ટેશન પર ઉમટેલી લોકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, LPG ગેસ સિલિન્ડર હવે 35 દિવસ પછી જ બુક કરી શકાશે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે માહિતી મૂકવામાં આવી છે એ તદ્દન ખોટી છે. LPG રિફિલ બુકિંગ સમયરેખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલની રિફિલ બુકિંગ સમયરેખા યથાવત છે અને ચાલુ રહેશે. કનેક્શનના પ્રકારને ધ્યાનમાં લીધા વિના શહેરી વિસ્તારોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસની સમયમર્યાદા યથાવત હોવાનું સરકારે જણાવ્યું છે. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા માહિતીને ગૂગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને 25 માર્ચ, 2026ના રોજ PIBની વેબસાઇટ પર એક પ્રેસ રિલીઝ મળી. જેમાં વાયરલ દાવાને રદિયો આપતાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે, આવા કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. હાલની રિફિલ બુકિંગ સમયરેખા યથાવત છે અને ચાલુ રહેશે. કનેક્શનના પ્રકારને ધ્યાનમાં લીધા વિના શહેરી વિસ્તારોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસની સમય મર્યાદા યથાવત છે.

અમને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના X હેન્ડલ પર 25 માર્ચ, 2026ના રોજ કરેવામાં આવેલી એક ટ્વિટ મળી જેમાં પણ આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.
PIB Fact Check દ્વારા પણ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 25 માર્ચ, 2026ના રોજ આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.
જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ માહિતી તદ્દન ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે માહિતી મૂકવામાં આવી છે એ તદ્દન ખોટી છે. LPG રિફિલ બુકિંગ સમયરેખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલની રિફિલ બુકિંગ સમયરેખા યથાવત છે અને ચાલુ રહેશે. કનેક્શનના પ્રકારને ધ્યાનમાં લીધા વિના શહેરી વિસ્તારોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસની સમયમર્યાદા યથાવત હોવાનું સરકારે જણાવ્યું છે. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


