પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના અમદાવાદનો નહીં પરંતુ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લના કાંકીપડુ મંડલના નેપ્પલ્લી સેન્ટરનો વીડિયો છે. જ્યા આ દુર્ધટના સરજાઈ હતી.

હાલમાં એક ભયંકર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કાર દ્વારા એક બાઈકન ટક્કર મારવામાં આવે છે, જેના કારણે પાસે ઉભેલો એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થતો જોવા મળે છે, આ વીડીયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રોડ પર ભયંકર અકસ્માતનો આ વીડિયો ગુજરાતના અદમદાવાદ શહેરનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 18 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રોડ પર ભયંકર અકસ્માતનો આ વીડિયો ગુજરાતના અદમદાવાદ શહેરનો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને પ્રભાત ખબર ના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આંધ્રપ્રદેશ: કૃષ્ણા જિલ્લાના કાંકીપાડુમાં ભયાનક માર્ગ અકસ્માત, સીસીટીવી ફૂટેજ વાયરલ.”
તેમજ વધુ સર્ચ કરતા અમને નવભારત ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આંધ્રપ્રદેશમાં, એક ઝડપી ગતિએ આવતી ક્રેટા કારે એક સ્કૂટરને એટલી જોરથી ટક્કર મારી કે લોકો ચોંકી ગયા. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનાની વ્યાપક ટીકા થઈ રહી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે અમદાવાદનો છે, જે ખોટો છે. આ અકસ્માત કૃષ્ણા જિલ્લામાં થયો હતો.”

તેમજ વધુ સર્ચ કરતા અમને ન્યુઝ વોંચ ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટ પરની એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પહેલા આ વીડિયો અમદાવાદના નામે શેર કરવામાં આવ્યો હતો. બાદમાં સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યુ હતુ કે, આ વીડિયો નેપ્પલ્લી સેન્ટર, કાંકીપડુ મંડલ, કૃષ્ણા જિલ્લો આંધ્ર પ્રદેશનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના અમદાવાદનો નહીં પરંતુ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લના કાંકીપડુ મંડલના નેપ્પલ્લી સેન્ટરનો વીડિયો છે. જ્યા આ દુર્ધટના સરજાઈ હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:Fake News: શું ખરેખર અકસ્માતનો આ વીડિયો અમદાવાદ શહેરનો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False


