શું ખરેખર વક્ફ બીલ પાસ થયા બાદનો ઔવેસીનો આ વીડિયો છે.? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ વીડિયો સંસદમાં વકફ બિલ પસાર થયાના ઘણા મહિના પહેલાનો છે. JPC દ્વારા બિલના ડ્રાફ્ટ રિપોર્ટને સ્વીકાર્યા પછી નાસ્તાની બેઠક દરમિયાનનો આ વીડિયો છે.

સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયા પછી અને રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા પછી, વકફ બિલ હવે કાયદો બની ગયો છે. આ પૃષ્ઠભૂમિમાં સોશિયલ મીડિયા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ બિલ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ અને સભ્યો ચા પીતા હસતા અને મજાક કરતા જોઈ શકાય છે, જેમાં AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ હાજર છે, જેઓ વકફ બિલ વિશે અવાજ ઉઠાવી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સંસદમાં બિલ પસાર થયા બાદ ઓવૈસી ભાજપના સાંસદો સાથે ઉજવણી કરી રહ્યા છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 05 એપ્રિલ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સંસદમાં બિલ પસાર થયા બાદ ઓવૈસી ભાજપના સાંસદો સાથે ઉજવણી કરી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વીડિયો ક્લિપ ન્યૂઝ એજન્સી પીટીઆઈના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર મળી આવી હતી, જે 29 જાન્યુઆરીના શેર કરવામાં આવી હતી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ વિડીયો સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો વકફ (સુધારા) બિલના ડ્રાફ્ટ રિપોર્ટની સ્વીકૃતિ પછી ચા પીતી વખતે તેની તપાસ કરી રહ્યા છે.” 

તેમજ અન્ય મીડિયા એજન્સી દ્વારા પણ આ અંગે માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે આ લિંક પર ક્લિક કરી જોઈ શકો છો.

2 એપ્રિલના કિરેન રિજિજુએ મુસ્લિમ વકફ (સુધારા) બિલ, 2024 રજૂ કર્યું હતું, જે મુસ્લિમ વક્ફ એક્ટ, 1923નું સંશોધન બિલ હતું.

તેમજ વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, સમાચાર અહેવાલો અનુસાર, આ બિલ પર લોકસભામાં 12 કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ અને પછી તેને ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યું. આ બિલના પક્ષમાં 288 સભ્યોએ મતદાન કર્યું હતું, જ્યારે તેની વિરૂદ્ધમાં 232 મત પડ્યા હતા.

રાષ્ટ્રપતિએ 6 એપ્રિલના રોજ તેને મંજૂરી આપી. અમને સાંસદ અસદુદ્દીન ઓવૈસીની લોકસભામાં બિલ પર બોલતી એક વીડિયો ક્લિપ પણ મળી, જેમાં તેમણે બિલની વિરૂદ્ધ બોલતી વખતે તેની બીલની કોપી ફાડી નાખી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો સંસદમાં વકફ બિલ પસાર થયાના ઘણા મહિના પહેલાનો છે. JPC દ્વારા બિલના ડ્રાફ્ટ રિપોર્ટને સ્વીકાર્યા પછી નાસ્તાની બેઠક દરમિયાનનો આ વીડિયો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર વક્ફ બીલ પાસ થયા બાદનો ઔવેસીનો આ વીડિયો છે.? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: Misleading