શું ખરેખર મોસાદના જાસૂસને ફાંસી આપવામાં આવી તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

વાયરલ થઈ રહેલો વીડિયો એક ફિલ્મના દ્રશ્ય છે. ફિલ્મના શૂટિંગનો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે કે આરોપીને મોસાદ માટે જાસૂસી કરવાની શંકામાં ફાંસી આપવામાં આવી.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિને બુલડોઝર પર ઉભો રાખીને જાહેરમાં ફાંસી આપવામાં આવી રહી છે. આ વીડિયોને ઈઝરાયલ-ઈરાન સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે અને આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈરાને મોસાદ માટે જાસૂસી કરવા બદલ મોસાદના જાસૂસને ફાંસી આપી તેનો વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vivek Lavingia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઈરાને મોસાદ માટે જાસૂસી કરવા બદલ મોસાદના જાસૂસને ફાંસી આપી તેનો વીડિયો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને 29 જૂનના રોજ ‘ઈરાનીયન અરબી’ નામના ટવિટર પર સમાન સામાન્ય દાવા સાથે અપલોડ કરાયેલો વીડિયો મળ્યો. જેના કોમેન્ટમાં આ વીડિયો ફિલ્મ શૂટનો હોવાનું કહેવામાં આવ્યુ હતુ. 

Archive

આ ક્લુના આધારે અમે અમારી તપાસ આગળ વધારી હતી દરમિયાન અમને અલીરેઝા દોન્યાદિદે નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો વાયરલ વીડિયો મળ્યો હતો. 16 એપ્રિલ 2024ના રોજ અપલોડ કરાયેલ વીડિઓ સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સ્ટંટ દ્રશ્ય એક ફિલ્મનું છે.

તેમજ અમે અલીરેઝા દોન્યાદિદેની યુટ્યુબ ચેનલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, તે ફિલ્મોમાં સ્ટંટ કરે છે. અમને આ યુટ્યુબ ચેનલ પર ઘણા વધુ શોટ્સ મળ્યા.

તેમજ વધુ સર્ચ કરતા અમને રાઉટર્સ દ્વારા 25 જૂનના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ઈરાને 25 જૂનના રોજ ઈઝરાયલ માટે જાસૂસી કરવાના દોષિત ત્રણ માણસોને ફાંસી આપી, જેનાથી ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી આવા આરોપોમાં ફાંસી આપવામાં આવેલા લોકોની સંખ્યા છ થઈ ગઈ.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ થઈ રહેલો વીડિયો એક ફિલ્મના દ્રશ્ય છે. ફિલ્મના શૂટિંગનો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે કે આરોપીને મોસાદ માટે જાસૂસી કરવાની શંકામાં ફાંસી આપવામાં આવી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર મોસાદના જાસૂસને ફાંસી આપવામાં આવી તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *