પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટામાં જે પિતા-પુત્રીનો ફોટો છે તે કોલકતાના રહેવાસી છે. સુરતના ગુજરાતના હોવાની વાત તદ્દન ખોટી છે.

સોશિયલ મીડિયામાં એક ફોટોમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પિતા-પુત્રીને ફોટો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતની આ પુત્રીએ તેના પિતાને લીવર ડોનેટ કર્યુ હતુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 એપ્રિલ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરતની આ પુત્રીએ તેના પિતાને લીવર ડોનેટ કર્યુ હતુ.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Newsnationtv નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “કોલકતાની રહેવાસી રાખી દત્તાએ તેના લીવરનો 65 ટકા ભાગ તેના પિતાને દાન કરી દિધો હતો, તેના પિતા લીવરની ગંભીર બિમારીથી પિડાય રહ્યા હતા.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ધ લોજીકલ ઈન્ડિયનનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “રાખીના પિતા કમળા સામે હારેલી લડાઈ લડી રહ્યા હતા ત્યારે રાખી અને તેની બહેન તેમને હૈદરાબાદની AIG હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેણે તેનું 90% લીવર ગુમાવ્યું હતું, અને તેના અસ્તિત્વ માટે લિવર ટ્રાન્સપ્લાન્ટ મહત્ત્વપૂર્ણ હતું. તેણીએ શેર કર્યું કે ડોકટરોના કહેવા પર સાંભળીને કે તેણીનું લીવર યોગ્ય છે અને લગભગ 3-4 મહિનામાં પાછું વધશે, તેણીએ તેના લીવરનો એક ભાગ દાન કરવા વિશે બે વાર ખચકાટ કે વિચાર કર્યો ન હતો. આ પછી, રાખીએ તેના 65% લીવરનું દાન કરવા માટે 109 પરીક્ષણોની શ્રેણી અને 15 કલાકની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું.”
તેમજ કોલકતાના રેડિયો એફએમના આરજે પ્રવીણ દ્વારા તેમના ફેસબુક પેજ પર રાખી સાથેનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તે સંપૂર્ણ આ ટ્રાન્સપન્લટની ઘટના વિશે માહિતી આપી રહ્યા છે. જેને તમે નીચે સાંભળી શકો છો.
https://www.facebook.com/share/v/163z91iExt
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટામાં જે પિતા-પુત્રીનો ફોટો છે તે કોલકતાના રહેવાસી છે. સુરતના ગુજરાતના હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર પિતાને લીવર આપનાર પુત્રી સુરત શહેરની રહેવાસી છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading
