શું ખરેખર ચીન અને પાકિસ્તાનને ધમકી આપતો BLAનો વીડિયો હાલનો છે…? જાણો શું છે સત્ય….

આંતરરાષ્ટ્રીય I International ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નથી. પાકિસ્તાન ટ્રેન હાઇજેકિંગ કેસમાં BLA દ્વારા ચીન અને પાકિસ્તાનને ચેતવણી તરીકે શેર કરવામાં આવી રહેલો આ વીડિયો વર્ષ 2019નો છે.

પાકિસ્તાન ટ્રેન હાઇજેક કેસ અંગે ચીન અને પાકિસ્તાનને BLAની ચેતવણી હોવાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “BLA દ્વારા પાકિસ્તાન અને ચીનને ટ્રેન હાઈજેક કર્યા બાદ ધમકી આપતો વીડિયો રિલિઝ કર્યો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 12 માર્ચ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “BLA દ્વારા પાકિસ્તાન અને ચીનને ટ્રેન હાઈજેક કર્યા બાદ ધમકી આપતો વીડિયો રિલિઝ કર્યો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 27 ઓગસ્ટ 2024ના રોજ ઝી મીડિયા દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો જે અહેવાલમાં વીડિયોમાંથી એક દ્રશ્ય લેવામાં આવ્યુ હતુ. 

તેમજ વધુ સર્ચ કરતા અમને વાયરલ વીડિયો  ઓગસ્ટ 2024ના ટાઇમ્સ નાઉની યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયો હતો. આ વીડિયો ઓગસ્ટ 2024થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોવાથી, તે સ્પષ્ટ થાય છે કે આ વીડિયો 11 માર્ચ, 2025 ના રોજ થયેલા પાકિસ્તાન ટ્રેન હાઇજેક કેસનો નથી. 

તેમજ વધુ સર્ચ કરતા અમને વાયરલ ક્લિપનું લાંબુ વર્ઝન અમને 20 મે 2019ના રોજ વોઇસ ઓફ હ્યુમેનિટી નામના ફેસબુક પેજ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ  પર પ્રાપ્ત થયુ હતુ. વીડિયોમાં દેખાતા BLA નેતા 11 મે 2019 ના રોજ ગ્વાદરમાં પર્લ કોન્ટિનેંટલ હોટેલ પર થયેલા હુમલાની જવાબદારી લેતા સાંભળવામાં આવે છે.

તેમજ આગળ વધુ સર્ચ કરતા અમને 19 મે 2019ના રોજ ‘ધ બલુચિસ્તાન પોસ્ટ’ દ્વારા સમાન વીડિયો ફૂટેજ સાથેનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, બલૂચ લિબરેશન આર્મીના માજીદ બ્રિગેડના ચાર સભ્યો દ્વારા ગ્વાદરમાં એક ફાઇવ સ્ટાર હોટલ પર હુમલો કર્યાના થોડા દિવસો પછી આ વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નથી. પાકિસ્તાન ટ્રેન હાઇજેકિંગ કેસમાં BLA દ્વારા ચીન અને પાકિસ્તાનને ચેતવણી તરીકે શેર કરવામાં આવી રહેલો આ વીડિયો વર્ષ 2019નો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર ચીન અને પાકિસ્તાનને ધમકી આપતો BLAનો વીડિયો હાલનો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading