
તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના ભાજપના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રેખા ગુપ્તા એવું કહી રહ્યા છે કે, ભાજપે ઈવીએમ હેક કરીને વોટ ચોરી કરી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દિલ્હીના ભાજપના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં રેખા ગુપ્તા એવું કહી રહ્યા છે કે, 70 વર્ષોથી કોંગ્રેસ ઈવીએમ હેક કરી રહી હતી તો કંઈ ના થયું અને અમે કર્યું તો ખોટું લાગ્યું. એટલે કે કોંગ્રે, જીતે તો જનતાનો આદેશ અને અમે જીતીએ તો ઈવીએમ હેક… લોકોને ગેરમાર્ગે દોરવા માટે અધૂરા વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 21 સપ્ટેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રેખા ગુપ્તાએ સ્વીકાર્યું ભાજપે વોટ ચોરી કરી છે. આ વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રેખા ગુપ્તા એવું કહી રહ્યા છે કે, ભાજપે ઈવીએમ હેક કરીને વોટ ચોરી કરી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્કીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના સહારાથી સર્ચ કરતાં અમને NDTVની YouTube ચેનલ પર વાયરલ વીડિયોનું વિસ્તૃત સંસ્કરણ મળ્યું. તેમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા NDTV ને ઇન્ટરવ્યુ આપતા દેખાય છે, જેનું 20 સપ્ટેમ્બરના રોજ લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ વીડિયો શરૂ થયાની અઢી મિનિટ પછી એન્કર રેખા ગુપ્તાને પૂછે છે કે, “राहुल गांधी कहते हैं कि ईवीएम हैक कर लेती हैं आप। और इसीलिए जीत रही है एबीवीपी हो या बीजेपी हो- सब ईवीएम हैक कर रहे हैं। चुनाव आयोग आपके साथ है हर जगह इसलिए आप जीत हासिल कर रही हैं।”
જેના જવાબમાં રેખા ગુપ્તા વિપક્ષ પર કટાક્ષ કરતા કહે છે કે, “अब जब तक 70 साल से वो कर रहे थे ईवीएम हैक तो कुछ नहीं हो रहा था। हमने किया तो बुरा लग गया..ये सही है मामला। मतलब वो जीते तो जनता का आदेश और हम जीत गए तो ईवीएम हैक! ये फार्मूला कौन सी किताब में लिखा है कोई बताएगा मुझे? ये राहुल गांधी ने पढ़ाई कहां से की है।”
રેખા ગુપ્તાના દાવાને વધુ સ્પષ્ટ કરવા માટે અમે વાયરલ વીડિયો અને મૂળ વીડિયોનું વિશ્લેષણ કર્યું. જેના પરથી અમને જાણવા મળ્યું કે, રેખા ગુપ્તા વાસ્તવમાં EVM હેકિંગનો ઉલ્લેખ કરીને વિપક્ષ પર કટાક્ષ કરી રહ્યા છે. મૂળ વીડિયોમાં તે કહે છે કે, જ્યારે વિપક્ષ જીતે છે ત્યારે તેને જનાદેશ કહેવામાં આવે છે પરંતુ જ્યારે ભાજપ જીતે છે ત્યારે કહેવામાં આવે છે કે, EVM હેક કરવામાં આવ્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દિલ્હીના ભાજપના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં રેખા ગુપ્તા એવું કહી રહ્યા છે કે, 70 વર્ષોથી કોંગ્રેસ ઈવીએમ હેક કરી રહી હતી તો કંઈ ના થયું અને અમે કર્યું તો ખોટું લાગ્યું. એટલે કે કોંગ્રે, જીતે તો જનતાનો આદેશ અને અમે જીતીએ તો ઈવીએમ હેક… લોકોને ગેરમાર્ગે દોરવા માટે અધૂરા વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના ભાજપ ઈવીએમ હેક કરીને ચૂંટણી જીતી હોવા અંગેના નિવેદનના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
