જાણો રાહુલ ગાંધી વિશે બોલી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધીની પોલ ખોલી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. વાસ્તવિક વીડિયોમાં તેઓ રાહુલ ગાંધી વિશે નહીં પરંતુ ભાજપના નેતાઓ પર પ્રહાર કરતાં આ નિવેદન આપી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 1 ઓક્ટોબર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધીની પોલ ખોલી રહ્યા છે તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો રાહુલ ગાંધીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 27 જાન્યુઆરી, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેની નીચે લખેલા કેપ્શન પરથી જાણવા મળ્યું કે, આ વીડિયો મલ્લિકાર્જુન ખડગેની મધ્યપ્રદેશના મહઉ ખાતેની જય બાપુ, જય ભીમ, જય સંવિધાન રેલીનો છે.

આ વીડિયોમાં 1:24:11 મિનિટ પર તમે સાંભળી શકો છો કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભાજપના નેતાઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં એવું કહી રહ્યા છે કે, ये मोदी के झूठे वायदे जो बोलते है उसमें मत जाओ, अरे भाई गंगा में डूबकी लेने से गरीबी दूर होती क्या? आपको खाना मिलता पेट को, मैं किसीकी आस्था के उपर ठोस नहीं लगाना चाहता हूं, आगर किसीको दुख हुआ तो में माफी चाहता हूं, लेकिन आप बताईए अरे जब बच्चा भूखा मर रहा है, बच्चा स्कूल में नहीं जा रहा है, मजदूरों को मजदूरी नहीं मिल रही है, जब ये है तो ये लोग जाकर हजारों रुपए खर्च करके कोम्पिटीशन पे डूबकीयां मार रहे है, कोम्पिटीशन में एक डूबकी मारता औऱ जब तक वो टीवी में अच्छा नहीं आता तब तक डूबकी मारते रहते है, ऐसे लोगों से देश की भलाई होनेवाली नहीं है.”

આ જ વીડિયો અમને કોંગ્રેસના સત્તાવાર યુટ્યુબ પર 27 જાન્યુઆરી, 2025ના રોજ ફરી અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં તમે 1.24.04 મિનિટ પર વાયરલ નિવેદન સાંભળી શકો છો.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અધૂરો છે વાસ્તવમાં ખડગે મોદી અને ભાજપના નેતાઓ પર પ્રહાર કરતાં આવું કહી રહ્યા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. વાસ્તવિક વીડિયોમાં તેઓ રાહુલ ગાંધી વિશે નહીં પરંતુ ભાજપના નેતાઓ પર પ્રહાર કરતાં આ નિવેદન આપી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો રાહુલ ગાંધી વિશે બોલી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result:Missing Context

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *