જાણો પોતાના વિશે બોલી રહેલા અરવિંદ કેજરીવાલના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

Altered રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ પોતાની જાતે જ પોતાની નિંદા કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં તેઓ ભાજપ પર પ્રહાર કરતાં કહી રહ્યા છે કે, ભાજપના નેતાઓએ તેમને આ રીતે ગાળો આપી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે?

એક ફેસબુક યુઝર દ્વારા 4 જાન્યુઆરી, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કેજરીવાલ ભડવા હૈ – કેજરીવાલ… પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ પોતાની જાતે જ પોતાની નિંદા કરી રહ્યા છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને 20 જાન્યુઆરી, 2025 ના રોજ આમ આદમી પાર્ટીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોના લાંબા સંસ્કરણ તરફ દોરી ગયું. આ વીડિયો જોતાં અમને જાણવા મળ્યું કે, વાયરલ વીડિયો આ વીડિયોનું ક્લિપ્ડ વર્ઝન છે. 

આ સંપૂર્ણ વીડિયોમાં તમે 21.01 મિનિટની આસપાસ અરવિંદ કેજરીવાલ એવું કહી રહ્યા છે કે, “भाजपाने 10 साल में कोई काम नहीं किया, अब इनसे पूछते है कि आगे क्या करोगे तो ये बस मेरे को गालियां देते है, केजरीवाल भ्रष्ट है, इनसे पूछो तुम्हारा सीएम कौन है केजरीवाल कमीना है, इनसे पूछो तुम्हारा विजन क्या है, केजरीवाल नक्सलवादी है, केजरीवाल आतंकवादी है, अरे मेरे को गाली देने से दिल्ही सुधरेगी क्या… चुन चुनके गालीयां दी है, में लिस्ट लेके आया हुं… केजरीवाल भडवा है, केजरीवाल आतंकवादी है, सो कमीने मरे थे तब एक केजरीवाल पैदा हुआ था, केजरीवाल कमीना है, केजरीवाल घटीया है, केजरीवाल नवाब है, केजरीवाल घिनौना है, केजरीवाल पाकिस्तानी है, केजरीवाल एके49 है, केजरीवाल राक्षस है, नमकहराम है, बैशरम है, नमूना है… ये बीजेपी का मेनिफैस्टो है…”

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, કેજરીવાલ બાજપ પર પ્રહાર કરતાં આવું બોલી રહ્યા છે.

અમારી વધુ તપાસમાં અમને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આજ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જે તમે અહીં જોઈ શકો છો. Ganga News delhi

નીચે તમે વીયરલ વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં તેઓ ભાજપ પર પ્રહાર કરતાં કહી રહ્યા છે કે, ભાજપના નેતાઓએ તેમને આ રીતે ગાળો આપી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title: જાણો પોતાના વિશે બોલી રહેલા અરવિંદ કેજરીવાલના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Altered