શું ખરેખર ભારતમાં ફરી લોકડાઉન લગાવવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

મિડલ ઈસ્ટના યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઉર્જાનું સંકટ ઉઠવા પામ્યુ છે. ત્યારે ઘણા દેશો ઈંધણનો જથ્થો પુરો થઈ જાય તેવી શક્યતાઓ છે. ત્યારે ભારતમાં પણ ઈંધણના જથ્થાને લઈ સરકાર દ્વારા પ્રયાપ્ત સ્ત્રોતો ઉપલબ્ધ કરવવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતમાં 30 માર્ચ 2026થી ફરી ભારતમાં 2 મહિના માટે લોકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે.

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને આ પ્રકારે કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી જેમાં જણવવામાં આવ્યુ હોય કે, ભારતમાં 30 માર્ચથી લોકડાઉન લાગી રહ્યુ હોય.

જો કે, અમારી પડતાલને આગળ વધરતા અમને TV9 ભારતવર્ષની એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “કોઈ લોકડાઉન નહીં હોય. મને આશ્ચર્ય થાય છે કે કેટલાક નેતાઓ દાવો કરી રહ્યા છે કે લોકડાઉન લાદવામાં આવશે અને ઇંધણની અછત પણ રહેશે. આવા બધા દાવા પાયાવિહોણા છે. રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓ તરફથી આવી ટિપ્પણીઓ ચિંતાજનક છે. કોવિડ સમયગાળા દરમિયાન આપણે જે પ્રકારનું લોકડાઉન જોયું તે પ્રકારનું લોકડાઉન નહીં હોય. હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે કોવિડ દરમિયાન આપણે જે પ્રકારનું લોકડાઉન જોયું તે પ્રકારનું લોકડાઉન નહીં હોય.”

તેમજ વધુ સર્ચ કરતા અમને બીજેપી દિલ્હીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન પ્રાપ્ત થયુ હતુ, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “દેશમાં કોઈ લોકડાઉન નથી થવાનું, કોઈએ ગભારાવાની જરૂર નથી. આ એક અફવા છે. જે અફવાઓથી લોકોએ દૂર રહેવું જોઈએ.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગુજરાતના મંત્રી રિવાબા જાડેજાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, “દેશમાં કોઈ લોકડાઉન નથી લાગવા જઈ રહ્યુ આ એક અફવા છે. જેનાથી લોકોએ બચવુ જોઈએ.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. હાલમાં દેશમાં કોઈ લોકડાઉન લગાવવામાં નથી આવ્યુ. જેની પૃષ્ટી ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી છે.

Result Stamp

Title: શું ખરેખર ભારતમાં ફરી લોકડાઉન લગાવવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *