
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, હાઈ-વે પર જઈ રહેલી એક કારને ઓવરટેક કર્યા બાદ ધરાર રોકવામાં આવે છે. ત્યારબાદ આ કાર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટના કારના ડેસ્ક કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાઈ-વે પર લૂંટની આ ઘટના ગુજરાતના હાઈ-વે પર બનવા પામી છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 05 નવેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાઈ-વે પર લૂંટની આ ઘટના ગુજરાતના હાઈ-વે પર બનવા પામી છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ધ હિન્દુનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “14 જૂનની વહેલી સવારે કોઈમ્બતુર જિલ્લામાં સાલેમ-કોચી હાઈવે (NH 544) પર મદુક્કરાઈ નજીક કેરળ જતી કાર પર સશસ્ત્ર માણસોના જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો.”
તેમજ અમે વધુ સર્ચ કરતા અમને ઈન્ડિયા ટુડે ગ્રુપની So South નામની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર માહિતી આપવામાં આવી હતી કે, “નેશનલ હાઈ-વે 544 પર સાલેમ-કોચી હાઈ-વે પર લૂંટનો પ્રયાસ કરનાર ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જેમના નામ કે.સિવાદાસ, રમેશ બાબુ, એમ,વિષ્ણુ, એમ,વિજય સહિતના આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના હાઈવે પર લૂંટની ઘટના નો નથી. પરંતુ કેરળના સાલેમ-કોચી હાઈવે પર જૂન મહિનામાં બનવા પામી હતી. જેમાં પોલીસે 4 આરોપીની ધરપકડ પણ કરી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર ગુજરતના હાઈ-વે પર લૂંટની ઘટના બનવા પામી છે…? જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: Misleading
