કથાવાચક અનિરૂદ્ધ આચાર્યના તેના પત્ની સાથેના નામે વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય….

Altered રાષ્ટ્રીય I National સામાજિક I Social

અનિરૂદ્ધ આચાર્યનો ફેક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. મૂળ ફોટો અભિષેક બચ્ચન અને તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન છે.

કથાવાચક અનિરૂદ્ધ આચાર્યનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં અનિરૂદ્ધ આચાર્ય શૂટ-બૂટ પહેરેલા એક મહિલા સાથે ફોટો પડાવતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અનિરૂદ્ધ આચાર્ય સાથે જોવા મળેલી મહિલા તેની પત્ની છે, જેની સાથે તે અમેરિકામાં છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 માર્ચ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અનિરૂદ્ધ આચાર્ય સાથે જોવા મળેલી મહિલા તેની પત્ની છે, જેની સાથે તે અમેરિકામાં છે.”

Facebook 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને Bollywoodbubble વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે ઓરિજનલ ફોટો પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ ઓરિજનલ ફોટોમાં અભિષેક બચ્ચન અને એશ્રર્યા રાય બચ્ચનને જોઈ શકાય છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ અભિષેક બચ્ચન અને એશ્રવર્યા રાયનો આ ફોટો જૂદા-જૂદા સમયે મીડિયા હાઉસ દ્વારા તેમની વેબસાઈટ પર પ્રસારિત કર્યો હતો. (Times of India, India Today, Asianetnews

તેમજ ઓરિજનલ ફોટો અને વાયરલ ફોટો વચ્ચેની સમાનતા તમે નીચે જોઈ શકો છો. જેના પરથી સ્પષ્ટ થઈ જાય છે કે વાયરલ ફોટોને એડિટ કરવામાં આવી રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અનિરૂદ્ધ આચાર્યનો ફેક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. મૂળ ફોટો અભિષેક બચ્ચન અને તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:કથાવાચક અનિરૂદ્ધ આચાર્યના તેના પત્ની સાથેના નામે વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Altered