વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશનો નથી, પરંતુ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની અલગ-અલગ ઘટનાઓનો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મોટરસાઈકલ સવાર રસ્તા પરથી પસાર થઈ રહેલી કેટલીક યુવતીઓની મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આ પછી પોલીસ એક યુવકને માર મારીને સરઘસમાં લઈ જતી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને કહેવામાં આવી રહ્યું છે કે, “આ યુવતીની છેડતીની ઘટનાનો આ વીડિયો ઉત્તરપ્રદેશનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ યુવતીની છેડતીની ઘટનાનો આ વીડિયો ઉત્તરપ્રદેશનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વીડિયો સંબંધિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે 9 ડિસેમ્બર 2024ના રોજ ABP Majhaના યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “મહારાષ્ટ્રના પરભણીમાં યુવતીઓની છેડતીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. આ સિવાય રિપોર્ટમાં કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી.”
દરમિયાન, અમને 9 ડિસેમ્બર, 2024 ના રોજ એક વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, 6 ડિસેમ્બરે પરભણી શહેરના જીંતુર રોડ પર એક મોટરસાઇકલ સવાર યુવતીની છેડતી કરતો સીસીટીવી ફૂટેજ વાયરલ થયો હતો. આ પછી શહેરના નાનલપેઠ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ નોંધાયા બાદ પોલીસે મોટરસાઇકલ નંબર પરથી આરોપીની ઓળખ કરી અને મોહમ્મદ અસલમ અને મોહમ્મદ સલીમ નામના બે આરોપીઓની ધરપકડ કરી.
આ પછી અમે વીડિયોના બીજા ભાગની પણ તપાસ કરી હતી. જેને પણ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા, વીડિયો સિટીહેરાલ્ડ નામના ફેસબુક એકાઉન્ટ દ્વારા અપલોડ કરાયેલો જોવા મળ્યો. આ વીડિયોની સાથેના કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે આ કાર્યવાહી ગદરવાડા પોલીસે કરી છે. ગદરવાડા પોલીસે 6 ડિસેમ્બરે વેપારી મધુર ચૌરસિયાની હત્યામાં સામેલ આરોપીઓને સરઘસ કાઢ્યું હતું.
https://www.facebook.com/share/r/15mkKkZUkm
તેમજ અમે વધુ સર્ચ કરતા અમને 9 ડિસેમ્બર 2024ના રોજ અન્ય ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવેલો આ વીડિયો મળ્યો. આ વીડિયોના કેપ્શનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગદરવાડા પોલીસે મધુર ચૌરસિયાની હત્યામાં સામેલ આરોપીને લઈ જતા તેને માર માર્યો હતો.
તેમજ વધુ સર્ચ કરતા અમને નવભારતની વેબસાઈટ પર મધુર ચૌરસિયાની હત્યા સાથે સંબંધિત એક રિપોર્ટ મળ્યો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે 5 ડિસેમ્બરે ગદરવારા શહેરમાં મધુર ચૌરસિયા હત્યા કેસમાં પોલીસે પુરાવાના આધારે કુચબંદિયાના રહેવાસી વિકાસ નીરસની ધરપકડ કરી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો બે અલગ-અલગ ઘટનાનો અને અલગ-અલગ રાજ્યોનો છે. વીડિયો ઉત્તર પ્રદેશનો નથી, પરંતુ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની અલગ-અલગ ઘટનાઓનો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:રસ્તા પર ચાલી રહેલી યુવતી સાથે છેડછાડ કરી રહેલા યુવાનના વીડિયોનું જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
