
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ક્રિકેટર યુસુફ પઠાણનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ક્રિકેટર યુસુફ પઠાણ હિંસાગ્રસ્ત મુર્શિદાબાદ જિલ્લાનો TMCનો સાસદ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ક્રિકેટર યુસુફ પઠાણ મુર્શિદાબાદ જિલ્લાનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળની બહરામપોર લોકસભા બેઠકથી તૃણમૂલ કોંગ્રેસનો સાંસદ છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 15 એપ્રિલ, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં TMC મુર્શિદાબાદ જીલ્લા નો સાસંદ છે આ જ્યાં આજે ભળકે બળે છે અને ABVC દે એ આજે આ મુંગો થઈ ને બેઠો છે એની અમ્મી ને હલાલા કરવા માટે ABVC દે 🐷🙄 આ બેય સુવરો દેશ માટે રમતા હોય એવું કોઈ કહેતું હોય તો ABVC દે હલાલા કરતા કરતા હો 🐷🙄🐷 આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ક્રિકેટર યુસુફ પઠાણ હિંસાગ્રસ્ત મુર્શિદાબાદ જિલ્લાનો TMCનો સાસદ છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેની પોસ્ટ ક્રિકેટર યુસુફ પટાણ દ્વારા તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 25 જાન્યુઆરી, 2022 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, અલ્હમદુલિલ્લાહ, મક્કાથી મદીના સુધીની મારી યાત્રા પૂરી થઈ. ચિંતન, શ્રદ્ધા અને આશીર્વાદથી ભરપૂર એક સુંદર હિજરાહનો અનુભવ. અલ્લાહ આપણી બધી પ્રાર્થનાઓ અને સારા કાર્યો સ્વીકારે.
https://www.instagram.com/p/DFQIsBAzmGb/?utm_source=ig_web_copy_link
અમારી વધુ તપાસમાં અમને હિંદુસ્તાન ટાઈમ્સ દ્વારા 13 એપ્રિલ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં યુસુફ પઠાણના ચા પી રહેલા એક ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, “તાજેતરમાં ક્રિકેટર યુસુફ પઠાણે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક ચાની ચૂસ્કી લેતો એખ ફોટો પોસ્ટ કર્યો હતો. બીજી તરફ મુર્શિદાબાદમાં હિંસાની ઘટના બની છે. આથી તેમને ટ્રૉલ કરવામાં આવી રહ્યા છે કે, તેઓ બંગાળમાંથી TMCના સાંસદ છે.”
આ સમાચારમાં વધુમાં જણાવ્યું છે કે, “પશ્ચિમ બંગાળની બહરામપોર લોકસભા બેઠકથી તેઓ સાંસદ છે. જેથી ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ શાબ્દિક પ્રહાર કરતા કહ્યું છે કે, એક તરફ બંગાળ ભળકે બળી રહ્યું છે અને મમતા બેનર્જી ચૂપ છે. વળી ટીએમસી સાંસદ યુસુફ પઠાણ ચાની ચૂસ્કીની મજા લઈ રહ્યા છે.”
અમારી વધુ તપાસમાં અમને પશ્ચિમ બંગાળ સરકારની સત્તાવાર વેબસાઈટ પરથી જાણવા મળ્યું કે, મુર્શિદાબાદ એ પશ્ચિમ બંગાળનો એક જિલ્લો છે. જેમાં કુલ 3 બેઠકો આવેલી છે. મુર્શિદાબાદ, બહરામપોર અને જંગીપુર. જેમાં મુર્શિદાબાદ બેઠક પર ટીએમસીના અબુ તાહેર ખાન સાંસદ છે. જંગીપુર બેઠક પરથી ટીઓમસીના ખલીઉર રહેમાન તથા બહરામપોરથી ટીએમસીના સાંસદ ક્રિકેટર યુસુફ પઠાણ છે. જ્યારે જ્યાં હિસા ફાટી નીકળી છે એ વિસ્તાર જંગીપુર વિધાનસભા હેઠળ આવે છે અને ત્યાંના ધારાસભ્ય ઝાકીર હુસૈન છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ક્રિકેટર યુસુફ પઠાણ મુર્શિદાબાદ જિલ્લાનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળની બહરામપોર લોકસભા બેઠકથી તૃણમૂલ કોંગ્રેસનો સાંસદ છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title: જાણો ક્રિકેટર યુસુફ પઠાણ મુર્શિદાબાદ જિલ્લાનો TMCનો સાંસદ હોવાની માહિતી સાથેના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Misleading
