
કેન્સરને સંપૂર્ણ રીતે મટાડવાનો દાવો કરતી દવાનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ઈમિટિનુફ મર્સીલેટ નામની દવા બ્લડ કેન્સરને સંપૂર્ણપણે મટાડે છે અને પુણેની યશોદા હેમેટોલોજી કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં મફતમાં ઉપલબ્ધ છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 નવેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઈમિટિનુફ મર્સીલેટ નામની દવા બ્લડ કેન્સરને સંપૂર્ણપણે મટાડે છે અને પુણેની યશોદા હેમેટોલોજી કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં મફતમાં ઉપલબ્ધ છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો વર્ષ 2015નો અહેવાલ પ્રાપ્ત થયો હતો જેમાં વાયરલ દાવાને રદિયો આપતા એક વાર્તા પ્રકાશિત કરી હતી. કેન્સર નિષ્ણાત ડો. વિશાલ રાવે બેંગલુરૂમાં એક પ્રેસ કોન્ફરન્સમાં વાયરલ દાવાને નકારી કાઢતાં કહ્યું, “સોશિયલ મીડિયા પર આવી અફવાઓ વાંચીને લોકોને છેતરવામાં આવે છે. તમામ પ્રકારના કેન્સરનો ઈલાજ કરવા માટે એક પણ દવા મળી નથી. તે ચમત્કારિક દવા હજી તૈયાર નથી.”
આગળ, યશોદા હેમેટોલોજી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ વિશે શોધ કર્યા પછી, જાણવા મળ્યું કે પુણે સ્થિત આ હોસ્પિટલમાં કેન્સરની સારવાર થાય છે. સંસ્થાનો સંપર્ક કરવા પર, હોસ્પિટલ પ્રશાસને કહ્યું કે આ સંદેશ ઘણા વર્ષોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ સ્થાન પર ‘ઈમિટિનુફ મર્સિલેટ’ દવા મફતમાં ઉપલબ્ધ નથી.
વધુ શોધ કર્યા પછી જાણવા મળ્યું કે 2010 થી આ મેસેજ વિવિધ હોસ્પિટલો દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે. આ જ મેસેજ ચેન્નાઈમાં અદ્યાર કેન્સર ઈન્સ્ટિટ્યૂટના નામે પણ વાયરલ થયો હતો.
ઈમિટિનુફ મર્સીલેટ
ઈમિટિનુફ મર્સીલેટએ બ્લડ કેન્સરના દર્દીઓ માટે દવા છે તે Imatinib Mesylate અથવા Gleevec તરીકે પણ ઓળખાય છે. આ દવાનો ઉપયોગ ક્રોનિક માયલોજેનસ લ્યુકેમિયા (CML) અને તીવ્ર લિમ્ફોસાયટીક લ્યુકેમિયા (ALL) જેવા બ્લડ કેન્સરને નિયંત્રિત કરવા માટે થાય છે. તે કેન્સરની દવામાં પણ એક ઘટક છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઈમિટિનુફ મર્સીલેટ બ્લડ કેન્સરને સંપૂર્ણપણે મટાડતું નથી. આ દવાનો ઉપયોગ ક્રોનિક માયલોજેનસ લ્યુકેમિયા (CML), બ્લડ કેન્સરના પ્રકારને નિયંત્રિત કરવા માટે થાય છે. આ મેસેજ વર્ષોથી ભ્રામક દાવાઓ સાથે વાયરલ થઈ રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:પુણેમાં બ્લડ કેન્સરની દવા મળી આવી હોવાનો ફેક મેસેજ વાયરલ…. જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading
