
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેઓ કહે છે કે, “હું વિપક્ષનો નેતા છું અને મારૂ કામ સરકાર પર દબાણ લાવવાનું છે. ભારતના લોકશાહીને બચાવવાનું મારૂ કામ નથી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે ભારતના લોકશાહીને બચાવવાનું મારૂ કામ નથી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
રિવર્સ ઇમેજ સર્ચમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો અધૂરો છે અને તે રાહુલ ગાંધીના પ્રેસ કોન્ફરન્સમાં આપેલા નિવેદનનો એક ભાગ છે.
18 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પ્રેસ કોન્ફરન્સનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આખું ભાષણ જોયા પછી, એ સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધીએ એવું કોઈ નિવેદન આપ્યું નથી કે તેઓ લોકશાહી વિરૂદ્ધ છે.
ઉપરોક્ત વીડિયોમાં, 30:24 મિનિટે, રાહુલ ગાંધી, કેટલાક કથિત પુરાવા બતાવતા અને મતદાનમાં ગોટાળાનો આરોપ લગાવતા કહે છે, “ભાજપ પોતાની સુવિધા મુજબ વિવિધ રાજ્યોમાં મતદાર યાદીમાં નામો કાઢી નાખવા અથવા ઉમેરવા માટે સોફ્ટવેરનો ઉપયોગ કરી રહી છે. ચૂંટણી પંચ અને તેના અધ્યક્ષ જ્ઞાનેશ કુમાર આ બધાથી વાકેફ છે. મેં મારા સાથીદારોને કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલે કાળા અને સફેદ પુરાવા (લેખિત પુરાવા) ન હોય ત્યાં સુધી હું સ્ટેજ પર નહીં જાઉં. હું બંધારણ અને લોકશાહીનો બચાવ કરી રહ્યો છું અને સત્ય તમારી સમક્ષ લાવી રહ્યો છું.“
વધુમાં, 39:53 મિનિટે, એક પત્રકાર રાહુલ ગાંધીને પૂછે છે, “જો તમારી પાસે પુરાવા છે અને ECI (ચૂંટણી પંચ) તરફથી કોઈ જવાબ નથી, તો શું તમે કોર્ટમાં જશો.?”
આ પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધી કહે છે, “મારૂ કામ વિપક્ષના નેતાનું છે, સામાન્ય પરિસ્થિતિઓમાં મારૂ કામ વિપક્ષની ભૂમિકા નિભાવવાનું છે, સરકાર પર દબાણ લાવવાની ભૂમિકા ભજવવાનું છે. મારૂ કામ ભારતની લોકશાહીને બચાવવાનું નથી, હું તે કરી રહ્યો છું. હું તે મંચ પર કરી રહ્યો છું. મને લાગે છે કે, એક દેશભક્ત ભારતીય તરીકે, ભારતના પ્રેમી તરીકે, બંધારણના પ્રેમી તરીકે, ભારતના લોકો સમક્ષ સત્ય રજૂ કરવાની મારી ફરજ છે. હવે જો ભારતમાં સંસ્થાઓ આ બાબતે કંઈક કરવા માંગે છે, તો તેઓ તે કરશે, તેમાંના ઘણા છે. જેમ મેં તમને કહ્યું હતું, મને આશ્ચર્ય થાય છે કે ચૂંટણી પંચના લોકો આવી રહ્યા છે, માહિતી આપી રહ્યા છે અને તે વધી રહ્યું છે.”
આ નિવેદન કોંગ્રેસની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો અધૂરો છે. મૂળ રીતે, રાહુલ ગાંધી ભારતીય લોકશાહી વિરૂદ્ધ બોલતા ન હતા. મૂળ વીડિયોને એડિટ કરવામાં આવી રહ્યો છે અને અધૂરૂ નિવેદન ફેલાવવામાં આવી રહ્યું છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:“લોકશાહી બચાવવાનું મારું કામ નથી”: રાહુલ ગાંધીનો આંશિક વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Altered
