
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, પાછલા જન્મમાં શું પાપ કર્યા હતા કે, હિન્દુસ્તાનમાં જન્મ લેવો પડ્યો? પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2015નો અને એડિટેડ છે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ સરકારના શાસન દરમિયાન દેશની દુર્દશા વિશે વાત કરી રહ્યા હતા. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી સ્ક્રીનશોટ લીધો અને રિવર્સ ઈમેજ સર્ચ કર્યું. જેનાથી અમને વાયરલ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર યુટ્યુબ પર 18 મે, 2015ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

વાયરલ વીડિયોમાં 13:43 મિનિટે જોઈ શકાય છે કે, પીએમ મોદી કહી રહ્યા છે કે: “अगर आप लोगों ने जो यहां पर सिखा है, वो भारत के साथ जुड़ेगा, तो भारत को आगे बढ़ाने में सुविधा बढ़ जाएगी। एक समय था..जब लोग यार क्या पता नहीं..पिछले जन्म में क्या पाप किया था, हिंदुस्तान में पैदा हुए थे, ये कोई देश है. ये कोई सरकार है। ये कोई लोग है, चलो छोड़ो चले जाएंगे हम। हम ये भी देखते थे कि उद्योग जगत के लोग बोलते थे, अब तो यहां पर व्यापार नहीं करना है। अब यहां नहीं रहना है। मैं इसके कारणों में नहीं जाता हूं और न ही राजनीतिक टिप्पणी करना चाहता हूं। क्योंकि लोगों में निराशा थी और आक्रोश भी था। और आज मैं विश्वास से कह सकता हूं कि इस अलग-अलग जीवन के गणमान्य लोग बड़े-बड़े साइंटिस्ट क्यों ना हो, विदेशों में कितनी ही कमाई क्यों ना होती हो। उससे कम कमाई होती हो फिर भी भारत आने के लिए आज उत्सुक हैं, ये जो मिजाज बदला है, आखिरकार देश होता क्या है जी, सरकार यानी देश नहीं होता है, मोदी यानी देश नहीं होता है। सवा सौ करोड़ों देशवासियों का जज्बा ही तो होता है हिंदुस्तान।”
નોંધનીય છે કે, આ વીડિયો 2015નો છે, જ્યારે પીએમ મોદીએ દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. વાસ્તવમાં સમગ્ર વીડિયોમાં પીએમ મોદી દેશની ભયાનક સ્થિતિ અને કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા ‘બ્રેઈન ડ્રેઇન’ પર ટિપ્પણી કરી રહ્યા હતા; તેઓ ભારત કે ભારતીયોનું અપમાન કરી રહ્યા ન હતા. તેઓ ઇતિહાસનું પુનરાવર્તન કરી રહ્યા હતા.
અમે વાયરલ વીડિયો અને મૂળ વીડિયોનું વિશ્લેષણ કર્યું છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, મૂળ વીડિયોના પસંદગીના ભાગોનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2015નો અને એડિટેડ છે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ સરકારના શાસન દરમિયાન દેશની દુર્દશા વિશે વાત કરી રહ્યા હતા. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


