ગાઝાનો સ્ટંટમેનનો એડિટેડ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

Communal False આંતરરાષ્ટ્રીય I International

વાયરલ વીડિયોમાં વિસ્ફોટનો ભાગ પાછળથી ઉમેરવામાં આવ્યો હતો. મૂળ વીડિયોમાં ગાઝાનો આ સ્કેટર માત્ર સ્ટંટ કરતો જોઈ શકાય છે.

ઇઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક એક વીડિયોમાં ગાઝામાં એક સ્કેટર કાટમાળ વચ્ચે એક મિસાઇલ પર સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સ્કેટરના લેન્ડિંગ દરમિયાન મિસાઇલ ફૂટી જતી જોઈ શકાય છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 મે 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મિસાઈલ પર સ્કેંટિગ વડે સ્ટંટ કરવો ભારી પડ્યો અને સ્ટંટ દરમિયાન મિસાઈલ ફૂટી ગઈ હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 11 મેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “જાહેર સલામતી ચેતવણી! યુદ્ધ દ્વારા છોડવામાં આવેલી કોઈપણ શંકાસ્પદ વસ્તુઓની નજીક ક્યારેય ન જાઓ કે સ્પર્શ ન કરો – તમે તમારા અને અન્ય લોકોના જીવનને જોખમમાં મુકો છો. જાગૃતિ ફેલાવો, જોખમ નહીં. સુરક્ષિત રહો!”

તેમજ આ પોસ્ટ સાથે ડિસ્ક્લેમર પણ હતું: “ફક્ત ચેતવણી આપવા અને જાગૃતિ લાવવા માટે. ફક્ત જાગૃતિ માટે પ્રકાશિત કરો.” આ ભાગ વાયરલ ક્લિપમાંથી કાપવામાં આવ્યો હતો.

Archive

11 મેના રોજની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર અમને દોરી ગયા. તેમાં, “ગાઝા સ્કેટ ટીમ” નામનો આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સંઘર્ષ વચ્ચે ગાઝાના યુવાનોને ટેકો આપવા માટે દાન એકત્રિત કરે છે. તેમના ગો ફાઉન્ડ મી પેજ મુજબ, આ એકાઉન્ટ ગાઝા શહેરના રહેવાસી રજબ અલ રીફી દ્વારા ચલાવવામાં આવે છે. રીફીએ ગો ફાઉન્ડ મી ઝુંબેશના વર્ણનમાં લખ્યું છે કે તે “યુવાનો અને બાળકોને ટેકો આપવા અને તેમના માટે પ્રવૃત્તિઓ પાછી લાવવા માટે એક નાનો સ્કેટ પાર્ક” સ્થાપિત કરવા માટે ભંડોળ એકત્ર કરી રહ્યા છે. 

અમને વાયરલ ક્લિપનું એક લાંબું વર્ઝન પણ મળ્યું, જેમાં તે માણસ વિસ્ફોટ ન થયેલા મિસાઇલ પર કિકફ્લિપ કરતો અને વિસ્ફોટ કર્યા વિના સુરક્ષિત રીતે ઉતરતો જોઈ શકાય છે. આ વર્ઝનમાં કાટમાળ વચ્ચે આ જમીન પર કેટલાક અન્ય લોકોને સ્કેટિંગ કરતા પણ જોઈ શકાય છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયોમાં વિસ્ફોટનો ભાગ પાછળથી ઉમેરવામાં આવ્યો હતો. મૂળ વીડિયોમાં ગાઝાનો આ સ્કેટર માત્ર સ્ટંટ કરતો જોઈ શકાય છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ગાઝાનો સ્ટંટમેનનો એડિટેડ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *