જાણો આજે દેશને બર્બાદ કરવામાં રાહુલજી લાગેલા છે એવું કહી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Altered રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એવું કહી રહ્યા છે કે, આજે દેશને બર્બાદ કરવામાં રાહુલજી લાગેલા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એવું કહી રહ્યા છે કે, આજે દેશને બર્બાદ કરવામાં મોદીજી લાગેલા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 1 ઓક્ટોબર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આજે ફરી વખત કહું છું ભારતમાં બે જ મહાત્મા થઈ ગયા છે એક મુમનદાસ ગાંધી અને બીજા આ ખરગે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એવું કહી રહ્યા છે કે, આજે દેશને બર્બાદ કરવામાં રાહુલજી લાગેલા છે.

https://archive.org/details/recording-2025-10-28-15-47-37

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો કોંગ્રેસની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર  અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેની નીચે લખેલા કેપ્શન પરથી જાણવા મળ્યું કે, આ વીડિયો મલ્લિકાર્જુન ખડગેની બિહારના પટના ખાતેની જન વિશ્વાસ સભાનો છે.

આ વીડિયોમાં 1:20:00 મિનિટ પર તમે સાંભળી શકો છો કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં એવું કહી રહ્યા છે કે, भाइयों, में सबसे पहले ये कहना चाहता हूं, आज देश को बर्बाद करने में मोदीजी लगे है”

આ જ વીડિયો અમને કોંગ્રેસના સત્તાવાર યુટ્યુબ પર 3 માર્ચ, 2024ના રોજ ફરી અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં તમે વીડિયોની શરુઆતમાં જ આ નિવેદન સાંભળી શકો છો.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં મોદીજીની જગ્યાએ રાહુલજી શબ્દ એડ કરવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વાસતવિક વીડિયોમાં તેઓ એવું કહી રહ્યા છે કે, આજે દેશને બર્બાદ કરવામાં મોદીજી લાગેલા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો આજે દેશને બર્બાદ કરવામાં રાહુલજી લાગેલા છે એવું કહી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Altered