
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિશ્વ નેતાઓની સહીના નમૂનાઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિશ્વ નેતાઓની સહીના નમૂનાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંગૂઠો કર્યો છે જે તમે જોઈ શકો છો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વિશ્વ નેતાઓની સહીના નમૂનાઓનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહીની જગ્યાએ અંગૂઠાનું નિશાન એડિટ કરીને મૂકવામાં આવ્યું છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 3 સપ્ટેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિશ્વ નેતાઓની સહીના નમૂનાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંગૂઠો કર્યો છે જે તમે જોઈ શકો છો.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આ જ ફોટો સાથેની પોસ્ટ એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 2 સપ્ટેમ્બર, 2025ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું નામ લખીને સહી કરેલી છે.
https://www.instagram.com/reel/DOGR8aDj9Bb/?utm_source=ig_web_copy_link
અન્ય એક ટ્વિટર યુઝર દ્વારા પણ આ જ ફોટો સાથેની ટ્વિટ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક સત્તાવાર ટ્વિટર યુઝર દ્વારા 16 જાન્યુઆરી, 2025ના રોજ વિશ્વ નેતાઓની સહી સાથેની પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં પણ નરેન્દ્ર મોદીએ પોતાનું નામ લખીને સહી કરેલી તમે જોઈ શકો છો. ક્યાંય પણ અંગૂઠો કર્યો હોય એવી કોઈ પણ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને વિકીપીડિયા પર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહીનો નમૂનો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

આ ઉપરાંત તમે https://www.pmindia.gov.in/ પર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહી જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને નરેન્દ્ર મોદીના સત્તાવાર યુટ્યુબ પર 10 ઓક્ટોમ્બર, 2022ના રોજ એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તેઓ જામનગરના એક આર્ટિસ્ટે બનાવેલા તેમની માતા સાથેના ફોટો પર સહી કરતા જોવા મળ્યા હતા.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહીવાળો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. નીચે તમે એડિટેડ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વિશ્વ નેતાઓની સહીના નમૂનાઓનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહીની જગ્યાએ અંગૂઠાનું નિશાન એડિટ કરીને મૂકવામાં આવ્યું છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો વિશ્વ નેતાઓની સહીના નમૂનાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહીની જગ્યાએ અંગૂઠાના નિશાનના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Altered
