શું ખરેખર બિહારમાં આમ આદમી પાર્ટીને માત્ર 700 જ વોટ મળ્યા.? જાણો શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો

બિહાર ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા અને મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે 10મી વખત શપથ લીધા છે ત્યારે હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને ટાર્ગેટ આમ આદમી પાર્ટીને કરવામાં આવી રહી છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બિહારમાં આમ આદમી પાર્ટીએ 132 ઉમેદવારને ઉતર્યા અને તેમને માત્ર 700 વોટ જ મળ્યા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 16 નવેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિહારમાં આમ આદમી પાર્ટીએ 132 ઉમેદવારને ઉતર્યા અને તેમને માત્ર 700 વોટ જ મળ્યા.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને લાઈવ હિન્દુસ્તાનનો એક અહેવાલ પ્રાપ્ત થયા હતા. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આમ આદમી પાર્ટીએ 99 ઉમેદવારને ઉતાર્યા હતા, જેમાં બધા ઉમેદવારોની જમાનત જપ્ત થઈ ગઈ હતી. ચૂંટણી કમિશ્નરની વેબસઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ તેમને 0.30 ટકા વોટ મળ્યા હતા જે 1.50 લાખ વોટ મળ્યા હતા.”

Archive

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ચૂંટણી કમિશ્નની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી જ્યા અમને જાણવા મળ્યુ હતુ કે, ટોટલ 67.13 મતદાન થયુ હતુ. જેમાંથી આમ આદમી પાર્ટીને 0.30 ટકા એટલે કે 1 લાખ 50 હજાર 913 મત મળ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 132 સીટ પર નહીં પરંતુ 99 સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા અને તેમને 1.50 લાખ વોટ મળ્યા હતા. માત્ર 700 વોટ મળ્યા હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર બિહારમાં આમ આદમી પાર્ટીને માત્ર 700 જ વોટ મળ્યા.? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: Misleading