UGCના નિયમોના વિરોધમાં ભાજપ કાર્યાલયને આગ લગાડવામાં આવી ન હતી…. જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગત સપ્ટેમ્બર મહિનાનો લેહનો છે. જ્યાં પૂર્ણ રાજ્યની માંગ સાથે વિરોધ દરમિયાનનનો છે. આ વીડિયોને યુજીસીના નિયમો સાથે કોઈ લેવા-દેવા નથી.

સોશિયલ મીડિયા પર સળગતી ઇમારતનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યુજીસીના નવા નિયમો સામે ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ ભાજપ કાર્યાલયને આગ લગાવી દીધી છે.” 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 29 જાન્યુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યુજીસીના નવા નિયમો સામે ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ ભાજપ કાર્યાલયને આગ લગાવી દીધી છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 24 સપ્ટેમ્બર, 2025ના રોજ સમાચાર એજન્સી ANIની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો એક વીડિયો બહાર આવ્યો. વીડિયોમાં વાયરલ ક્લિપના દ્રશ્યો હતા. અહેવાલ મુજબ, લેહમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવાની માંગણી દરમિયાન ભાજપ કાર્યાલયને આગ લગાવવામાં આવી હતી.

તેમજ વધુ શોધ કરતાં, અમને જનસત્તાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા એક વીડિયો અહેવાલ પ્રાપ્ત થયો હતો જેમાં વાયરલ ક્લિપના ફૂટેજ હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે, લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે ગુસ્સે ભરાયેલા ટોળાએ લેહ ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી.

યુજીસીમાં અપડેટ શું છે.?

29 જાન્યુઆરીના રોજ થયેલી સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે નવી યુજીસી માર્ગદર્શિકાના અમલીકરણ પર રોક લગાવી દીધી હતી. વધુમાં, નવા યુજીસી નિયમોના વિરોધમાં દેશમાં ક્યાંય પણ ભાજપ કાર્યાલયો સળગાવવામાં આવ્યા હોવાના કોઈ વિશ્વસનીય અહેવાલો નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગત સપ્ટેમ્બર મહિનાનો લેહનો છે. જ્યાં પૂર્ણ રાજ્યની માંગ સાથે વિરોધ દરમિયાનનનો છે. આ વીડિયોને યુજીસીના નિયમો સાથે કોઈ લેવા-દેવા નથી. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:UGCના નિયમોના વિરોધમાં ભાજપ કાર્યાલયને આગ લગાડવામાં આવી ન હતી…. જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *