
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના એક કટિંગમાં ભાજપના નેતા પુરષોત્તમ રુપાલાનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા પુરષોત્તમ રુપાલાએ એવું કહ્યું કે, ખેડૂતો ખોટું ઉત્પાદન બતાવી પાક વીમો પકવે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલું પુરષોત્તમ રૂપાલાનું નિવેદન હાલનું નહિં પરંતુ વર્ષ 2018નું છે. તેમના દ્વારા હાલમાં ખેડૂતોને લઈ આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા પર અધૂરી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 3 નવેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા પુરષોત્તમ રુપાલાએ એવું કહ્યું કે, ખેડૂતો ખોટું ઉત્પાદન બતાવી પાક વીમો પકવે છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને
કોંગ્રેસ નેતા પૂંજા વંશ દ્વારા 2 ડિસેમ્બર 2018ના ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી, જેમા તેણે આ જ ન્યૂઝ પેપરનું કટિંગ શેર કર્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત માહિતીના આધારે સર્ચ કરતા અમને S9 News – Gujarat ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 30 ઓક્ટોબર, 2018ના પ્રસારિત પુરષોત્તમ રૂપાલાનું નિવેદન પ્રાપ્ત થયું હતું. જેમાં તે આ પ્રકારે નિવેદન આપતા જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલું પુરષોત્તમ રૂપાલાનું નિવેદન હાલનું નહિં પરંતુ વર્ષ 2018નું છે. તેમના દ્વારા હાલમાં ખેડૂતોને લઈ આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા પર અધૂરી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
Title:શું ખરેખર તાજેતરમાં ભાજપના નેતા પુરષોત્તમ રુપાલાએ એવું કહ્યું કે, ખેડૂતો ખોટું ઉત્પાદન બતાવી પાક વીમો પકવે છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult:Missing Context


