28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધમાં ઈરાને પાડોશના દેશો જ્યા અમેરિકાના બેઝ છે તે દેશો પર હુમલા કરવાનું શરૂ કર્યુ છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બિલ્ડિંગને ટાર્ગેટ કર્યા બાદ ત્યા બ્લાસ્ટના દ્રશ્યો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દુબઈમાં હાલમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા દરમિયાનના દ્રશ્યો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને મિડલ ઈસ્ટ બુલેટિન દ્વારા શેર કરવામાં આવેલો આ જ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ જણાવ્યું છે કે તેમણે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ શસ્ત્રો સંગ્રહ સુવિધાઓ પર લક્ષિત હુમલાઓ કર્યા હતા, જેનો હેતુ જૂથની લશ્કરી ક્ષમતાઓને ફરીથી બનાવવાના પ્રયાસોને અટકાવવાનો હતો. IDF ના જણાવ્યા અનુસાર, એક સ્થળ નાગરિક વિસ્તારમાં સ્થિત હતું, જે નાગરિકોના ઢાલ તરીકે ઉપયોગ અંગે ચિંતાઓ પર ભાર મૂકે છે. IDF એ જણાવ્યું હતું કે નાગરિક નુકસાન ઘટાડવા માટે અગાઉથી ચેતવણીઓ અને વધારાની સાવચેતી રાખવામાં આવી હતી, અને આ પ્રવૃત્તિઓને ઇઝરાયલ અને લેબનોન વચ્ચેની સમજણનું ઉલ્લંઘન અને ઇઝરાયલી સુરક્ષા માટે સીધો ખતરો ગણાવ્યો હતો. IDF એ જણાવ્યું હતું કે, કોઈપણ ઉભરતા ખતરોનો સામનો કરવા માટે કામગીરી ચાલુ રહેશે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ઈન્ડિયા ટુડેના રિપોર્ટર અશરફ વાની દ્વારા આ જ સ્થળ પરથી વોકથ્રુ કરવામાં આવ્યુ હતુ અને માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “ઇઝરાયલ સંરક્ષણ દળોએ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ માળખાને નિશાન બનાવીને હવાઈ હુમલાઓ તીવ્ર બનાવ્યા. 12 દિવસના યુદ્ધમાં મૃત્યુઆંક 600 ને વટાવી ગયો છે, 1,500 લોકો ઘાયલ થયા છે અને 7 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને DW ન્યુઝ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો અને જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ઇઝરાયલની સેનાએ દક્ષિણ લેબનોનમાં અનેક સ્થળોએ હુમલા કર્યા, જેમાં બે ગામોનો પણ સમાવેશ થાય છે જ્યાં તેણે સ્થળાંતરની ચેતવણી આપી હતી. ઇઝરાયલે કહ્યું કે તેણે આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના લક્ષ્યોને નિશાન બનાવ્યા. પરંતુ લેબનોને ઇઝરાયલ પર યુએસ-મધ્યસ્થી યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ મૂક્યો છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ઈરાન દ્વારા દુબઈ પર કરવામાં આવેલા હુમલાનો વીડિયો નથી. આ વીડિયો ઈઝરાયલ દ્વારા દક્ષિણ લેબનોનમાં કરેલા હુમલાનો છે. આ વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.


