
તાજેતરમાં સોશિયલ મીડિયા પર તાજેતરમાં ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કવરેજ કરી રહેલા કેમેરામેનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તાજેતરમાં ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021માં ઈઝરાયેલે ગાઝા પર કરેલા હુમલા સમયે કવરેજ કરી રહેલા કેમેરામેનનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષ: હિંમતભેર કવરેજ કરતો કેમેરામેન
ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે એક ભયાવહ તબક્કે પહોંચી ગયો છે, જ્યાં વાસ્તવિકતા યુદ્ધની ભયાવહતા દર્શાવે છે. આવા કપરા સમયમાં, એક કેમેરામેન પોતાની જીંદગીને જોખમમાં મૂકીને દુનિયાને ઇઝરાયેલમાં ઈરાન દ્વારા થઈ રહેલા વિનાશના જીવંત દ્રશ્યો બતાવી રહ્યો છે.
આ કોઈ વીડિયો ગેમ નથી. આ એક કડવી વાસ્તવિકતા છે જ્યાં હિંમતવાન પત્રકારો પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કેમેરામેનની આ હિંમત અને પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે, જે દુનિયાને આ સંઘર્ષની ગંભીરતા અને તેના પરિણામોથી વાકેફ કરી રહી છે. આ દ્રશ્યો દર્શાવે છે કે કેવી રીતે ઈઝરાયેલને ઈરાન દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યું છે, અને તેની જમીન પર કેવા વિનાશક હુમલા થઈ રહ્યા છે.
આ સંઘર્ષ વૈશ્વિક શાંતિ માટે એક મોટો ખતરો બની ગયો છે, અને આવા સમયે આવા હિંમતવાન પત્રકારોનું કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. તેઓ દુનિયાને માત્ર સમાચાર જ નથી આપતા, પરંતુ યુદ્ધની વાસ્તવિકતાનો અરીસો પણ બતાવે છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કવરેજ કરી રહેલા કેમેરામેનનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ABC News દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 14 મે, 2021ના રોજ અપલોડ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ વીડિયો તાજેતરમાં ચાલી રહેલા ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ પહેલાંનો છે. ટ્વિટમાં આપેલી માહિતી મુજબ, આ વીડિયો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે વધતા જતા સંઘર્ષ વચ્ચે ગાઝામાં 14 માળના અલ-શોરોક ટાવરને ઇઝરાયલે હવાઈ હુમલો કરીને જમીનદોસ્ત કરી નાખ્યો તેનો છે.
સીએનએન ન્યૂઝ અનુસાર, ઘટનાના સાક્ષી બનેલા સીએનએન ફોટો જર્નાલિસ્ટ ઈબ્રાહિમ દહમાને જણાવ્યું હતું કે, ઈઝરાયેલી હવાઈ હુમલામાં ગાઝામાં અલ-શોરોક ટાવરનો નાશ થયો હતો. 10 મે, 2021ના રોજ હિંસા શરૂ થઈ ત્યારથી IDF દ્વારા નષ્ટ કરવામાં આવેલી આ ત્રીજી બહુમાળી ઇમારત છે. કોઈ જાનહાનિ થઈ હતી કે કેમ તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. સીએનએનના બેન વેડેમેન આ અહેવાલ આપે છે.
મિડલ ઈસ્ટ આઈ અનુસાર, ગાઝા સિટીના પશ્ચિમમાં આવેલા અલ-રિમલ વિસ્તારમાં 16 માળના અલ-શોરોક ટાવર પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ગાઝાની ઇમારત, જેમાં સ્થાનિક અને વિદેશી મીડિયા આઉટલેટ્સ તેમજ દુકાનો અને એપાર્ટમેન્ટ્સ છે, આ ટાવર અગાઉ પણ 2014માં ગાઝા પર ઇઝરાયેલના હુમલા દરમિયાન મિસાઇલ હુમલાનો ભોગ બન્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તાજેતરમાં ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021માં ઈઝરાયેલે ગાઝા પર કરેલા હુમલા સમયે કવરેજ કરી રહેલા કેમેરામેનનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો તાજેતરમાં ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
