જાણો યુક્રેન પર રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Missing Context આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મિસાઈલ હુમલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ યુક્રેન પર હવાઈ હુમલો કર્યો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મિસાઈલ હુમલાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 18 નવેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, યુક્રેન પર રશિયાનો મોટો હુમલો, 120 મિસાઈલ અને 90 ડ્રોન છોડ્યા. રશિયાએ યુક્રેન પર જોરદાર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા, જેમાં ઉત્તરી યુક્રેનના સુમી શહેરમાં એક નવ માળની ઈમારતને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં આઠ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. યુક્રેનના આંતરિક બાબતોના પ્રધાન ઇહોર ક્લિમેન્કોના જણાવ્યા અનુસાર, સુમીમાં માર્યા ગયેલા લોકોમાં બે બાળકો પણ સામેલ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ 120 મિસાઈલ અને 90 ડ્રોન લોન્ચ કર્યા. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ યુક્રેન પર હવાઈ હુમલો કર્યો તેનો આ ફોટો છે.

dd8c3ecc-2475-4ca7-85fb-6407a7651f06.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર timesofindia.indiatimes.com દ્વારા 03 જૂન, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલાનો છે.

7b58855e-b473-4de7-9419-d05392d4c8d6.png

Archive

આજ ફોટો અને માહિતી સાથેના અન્ય અહેવાલ પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. libmod.de | anandabazar.com | spectrum.ieee.org

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મિસાઈલ હુમલાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો યુક્રેન પર રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context