
રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેઓ કથિત રીતે કહેતા હતા કે “દિલ્હીમાં પ્રદૂષણનું કારણ વોટ ચોરી છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હીમાં પ્રદૂષણનું કારણ વોટ ચોરી હોવાનું રાહુલ ગાંધીએ જણાવ્યુ.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
અમે વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશોટ લઈને અને રિવર્સ ઈમેજ સર્ચ કરીને અમારી તપાસ શરૂ કરી. આનાથી અમને ડેક્કન ક્રોનિકલના X હેન્ડલ પર એક ટ્વિટ મળી જ્યાં 14 ડિસેમ્બર 2025ના રોજ વીડિયોનું લાંબુ વર્ઝન અપલોડ કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં, રાહુલ ગાંધીને કહેતા સાંભળી શકાય છે કે, “આ વોટ ચોરી ફક્ત વોટ ચોરી નથી… આ આંબેડકરજીના બંધારણ પર હુમલો છે. બંધારણમાં લખ્યું છે કે એક વ્યક્તિને એક વોટ મળવો જોઈએ. તો, સૌ પ્રથમ, વોટ ચોરી એ આંબેડકરજીના બંધારણ પર હુમલો છે અને તેઓ વોટ ચોરી કરીને સરકાર ચલાવી રહ્યા છે. તેમણે નાના પાયે વેપારીઓનો અંત લાવ્યો, ખોટો GST લાગુ કર્યો, નોટબંધી કરી, બેરોજગારી કરી, અને આ પ્રદૂષણ જુઓ… આ બધું થઈ રહ્યું છે, કારણ કે તેઓ વોટ ચોરી રહ્યા છે. જો તેઓ વોટ ચોરી ન કરતા હોત તો તમે તેમને પાંચ મિનિટમાં પકડીને સરકારમાંથી બહાર કાઢી શક્યા હોત. આ સત્ય છે. હું કોંગ્રેસના કાર્યકરોનો આભાર માનવા માંગુ છું…”
આનાથી સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધી કહી રહ્યા હતા કે ફક્ત વોટ ચોરીના કારણે જ ભાજપ સરકાર હજુ પણ સત્તામાં છે. વાયરલ વીડિયો મૂળ વીડિયોમાંથી ક્લિપ કરવામાં આવ્યો છે.
અમે સંબંધિત કીવર્ડ સર્ચ કર્યું અને રાહુલ ગાંધીની અધિકૃત યુટ્યુબ ચેનલ પર કાર્યક્રમનો સંપૂર્ણ વીડિયો (રામલીલા મેદાનમાં વોટ ચોર, ગડ્ડી ચોર મહા રેલી) મળ્યો.
આનાથી સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધીનો વીડિયો સંદર્ભ વિના શેર કરવામાં આવ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રાહુલ ગાંધીએ એવું નહોતું કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણનું કારણ વોટ ચોરી છે. તેમણે કહ્યું કે ભાજપ સરકાર હજુ પણ ફક્ત વોટ ચોરીના કારણે જ સરકાર ચલાવી રહી છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ભાજપ સરકારે નાના પાયે વેપારીઓને ખતમ કર્યા, ખોટો GST લાગુ કર્યો અને તમામ ખોટા કાર્યો છતાં, તેઓ હજુ પણ ફક્ત વોટ ચોરીના કારણે જ સત્તામાં છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:રાહુલ ગાંધીનો વોટ ચોરી પર ક્લિપ કરેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult:Missing Context


