
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાત્રિના સમયે એક યુવકને મદદ કરી રહેલા પોલીસકર્મીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાત્રિના સમયે એક યુવકને લૂટી રહેલા બે બાઈક સવારોથી એક પોલીસકર્મી તેને બચાવી રહ્યો હોવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાત્રિના સમયે એક યુવકને મદદ કરી રહેલા પોલીસકર્મીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક ફેસબુક યુઝર દ્વારા 10 નવેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પોલીસ વાળાની બહાદુરી તો જુઓ 😳 #reels #help #gujarati #gujarativiral. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાત્રિના સમયે એક યુવકને લૂટી રહેલા બે બાઈક સવારોથી એક પોલીસકર્મી તેને બચાવી રહ્યો હોવાનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોની વચ્ચે અમને EYE FOCUS નામનો એક વોટરમાર્ક જોવા મળ્યો હતો.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને EYE FOCUS કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો EYE FOCUS નામની યુટ્યુબ ચેનલ પર 15 જૂન, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
આ વીડિયોની અંતમાં તેમજ વીડિયોની સાથે લખવામાં આવેલા નોટના લખાણ પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, આ વીડિયો લોકોમાં મનોરંજન અને જાગૃતિ માટે બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને દુનિયામાં કેવી પરિસ્થિતિઓ સાથેની વાસ્તવિક ઘટનાઓ બને છે એ સમજાવવા બનાવવામાં આવ્યો છે.
આ યુટ્યુબ ચેનલ પર વધુ સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, અન્ય ઘણા બધા વીડિયો આ ચેનલ દ્વારા લોકજાગૃતિ અને મનોરંજન માટે બનાવવામાં આવ્યા છે. ઘણા બધા વીડિયોમાં તમે એક જ કલાકારોને જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાત્રિના સમયે એક યુવકને મદદ કરી રહેલા પોલીસકર્મીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો રાત્રિના સમયે એક યુવકને મદદ કરી રહેલા પોલીસકર્મીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: Misleading
