જાણો પહાડ પરથી ગાડી પર પડેલા પથ્થરોના વાયરલ વીડિયોનું શું છે સત્ય....
તાજેતરમાં હિમાચલ પ્રદેશ ખાતે ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર પહાડ પરથી ગાડી પર પડી રહેલા પથ્થરોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહાડ પરથી ગાડી પર પડી રહેલા પથ્થરોનો આ વીડિયો હિમાચલ પ્રદેશના હાઈવે પર ભુસ્ખલનને કારણે સર્જોયેલી પરિસ્થિતિનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પહાડ પરથી ગાડી પર પડી રહેલા પથ્થરોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હિમાચલ પ્રદેશનો નહીં પરંતુ નાગાલેન્ડના કોહિમા-દીમાપુર હાઈવે પર બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હિમાચલ પ્રદેશ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Rohit Rupapara Hinduનામના ફેસબુક યુઝર દ્વારા 11 જુલાઈ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અત્યારે હિમાચલ પ્રદેશમાં અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ભુસ્ખલન થઈ રહ્યું છે એટલાં માટે પહાડોમાં અત્યારે જવાથી બચીને રહેજો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહાડ પરથી ગાડી પર પડી રહેલા પથ્થરોનો આ વીડિયો હિમાચલ પ્રદેશના હાઈવે પર ભુસ્ખલનને કારણે સર્જોયેલી પરિસ્થિતિનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગુલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર દૈનિક ભાસ્કર દ્વારા 5 જુલાઈ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, નાગાલેન્ડના કોહિમા-દીમાપુર હાઈવે પર પહાડ પરથી પથ્થર પડવાને કારણે 3 ગાડીઓનો કુરચો બોલી ગયો હતો. જેમાં 2 લોકોના મોત થયા હતા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. jagrantv.com | India Today
આજ માહિતી સાથેના સમાચાર ધ ક્વિન્ટ દ્વારા પણ 4 જુલાઈ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
હવે એ પણ જાણવું જરુરી હતું કે, હિમાચલ પ્રદેશ અને નાગાલેન્ડ વચ્ચે કેટલું અંતર છે?
આના માટે અમે ગુગલનો સહારો લઈ સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, નાગાલેન્ડથી હિમાચલ પ્રદેશ વચ્ચે 1807 કિલોમીટરનું અંતર છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પહાડ પરથી ગાડી પર પડી રહેલા પથ્થરોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હિમાચલ પ્રદેશનો નહીં પરંતુ નાગાલેન્ડના કોહિમા-દીમાપુર હાઈવે પર બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હિમાચલ પ્રદેશ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:જાણો પહાડ પરથી ગાડી પર પડેલા પથ્થરોના વાયરલ વીડિયોનું શું છે સત્ય....
Written By: Vikas VyasResult: False