
સોશિયલ મીડિયા પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપવામાં આવેલી ફાંસીને લઈ માહિતી વાયરલ થઈ રહી છે. આ માહિતીમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 14 ફેબ્રુઆરી, 1931 ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 7 ઓક્ટોમ્બર, 1930 ના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી અને 23 માર્ચ, 1931 ના રોજ તેઓને ફાંસી આપવામાં આવી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Manoj Bhatiya નામના ફેસબુક યુઝર દ્વારા 14 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મારા ભાઈલાઓ 14 ફેબુ્રઆરી 1931 ના રોજ #ભગતસિંહ_સુખદેવ_રાજગુરૂ જેવા વિર જવાનને ફાંસીની સજા સુનાઈ ગઈ હતી આપડે શ્રધાંજલી આપવાના બદલે વેલેન્ટાઈનડે મનાવીએ છીએ આ વખતે શ્રધાંજલી પેલા આપીને વેલેન્ટાઈનડે મનાવજો Jay Hind. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 14 ફેબ્રુઆરી, 1931 ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને indialawjournal.org નામની વેબસાઈટ પર ભગતસિંહ પર પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને લાહોર ષડયંત્ર કેસમાં 7 ઓક્ટોમ્બર, 1930 ના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. વધુમાં એ પણ માહિતી આપવામાં આવી હતી કે, આ ત્રણેય ક્રાંતિકારીઓને 23 માર્ચ, 1931 ના રોજ ફાંસી આપવામાં આવી હતી.
અમારી વધુ તપાસમાં અમને patrika.com દ્વારા પ્રકાશિત કરવામાં વેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 23 માર્ચ, 1931 ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હોવાથી તેમની યાદમાં આ દિવસને ‘શહીદ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.
વધુમાં અમને shahidbhagatsingh.org પર પણ પંજાબના રાજ્યપાલને કરવામાં આવેલી એક અરજીમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ભગતસિંહને 7 ઓક્ટોમ્બર, 1930 ના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી ત્યારે ભગતસિંહ દ્વારા ફાંસીની જગ્યાએ તેમને ગોળી મારવાની વિનંતી કરવામાં આવી હતી.
અમારી વધુ તપાસમાં અમને nbtindia.gov.in નામની વેબસાઈટ પર Hanged for their Petroism નામના પુસ્તકના પહેલા ભાગમાં ભગતસિંહ વિશેની માહિતી આપવામાં આવી હતી. જેમાં પણ 14 નંબરના પેજ પર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 7 ઓક્ટોમ્બર, 1930 ના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી અને 23 માર્ચ, 1931 ના રોજ તેઓને ફાંસી આપવામાં આવી હતી.
આજ તક દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં માહિતી આપવામાં આવી છે કે, પુલવામા ખાતે 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ આતંકી હુમલો થયો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા હતા.
આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપવામાં આવેલી ફાંસીની સજાને 14 ફેબ્રુઆરી સાથે કોઈ જ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 7 ઓક્ટોમ્બર, 1930 ના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી અને 23 માર્ચ, 1931 ના રોજ તેઓને ફાંસી આપવામાં આવી

Title:14 ફેબ્રુઆરી, 1931 ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપવામાં આવી હોવાની ખોટી માહિતી વાયરલ…
Fact Check By: Vikas VyasResult: False
