
હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વિશાળકાય કાચબાને ટ્રકમાં બાંધી લઈ જવામાં આવી રહ્યો છે. અને આસપાસ લોકો તેને નિહાળી રહ્યા છે. અને તેની પાછળ પોલીસની કાર જઈ રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એમેઝોન નદીમાંથી 530 વર્ષની ઉમરનો વિશાળકાય કાચબો મળી આવ્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો જાપાની ફિલ્મનો એક શીન છે. એમેઝોન નદીમાંથી આ કાચબો મળી આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ravindra Barot નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “એમેઝોન નદીમાંથી 530 વર્ષની ઉમરનો કાચબો મળી આવ્યો.”

ઈન્સ્ટગ્રામ પર પણ આ જ દાવા સાથે આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

Instagram | Instagram | Instagram
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોનો ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 04 એપ્રિલ 2007નો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. વર્ષ 2006માં રિલિઝ થયેલી જાપાની ફિલ્મ “Gamera The Brave” પરનો આર્ટિકલ હતો. તેમાં વાયરલ થઈ રહેલો ફોટો શેર કરવામાં આવ્યો હતો. અને આ ફોટો આ જ મુવીનો એક શીન હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.

તેમજ વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, વર્ષ 2006માં આયોજિત એક પ્રદર્શનમાં આ કાચબાને લાવવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે યુટ્યુબ પર આ ફિલ્મ શોધી હતી. અમને યુટ્યુબ પર સંપૂર્ણ ફિલ્મ પ્રાપ્ત થઈ હતી. જેમાં 52 મિનિટ પર આ કાચબાને લઈ જવામાં આવી રહ્યો છે. જે જોઈ શકાય છે. તમે પણ આ દ્રશ્યો નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો જાપાની ફિલ્મનો એક શીન છે. એમેઝોન નદીમાંથી આ કાચબો મળી આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર એમેઝોન નદીમાંથી 530 વર્ષનો કાચબો મળી આવ્યો….?
Fact Check By: Yogesh KariaResult: False
