
Vejapara Sarkar નામના ફેસબુક યુઝર દ્વારા 22 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હરીયાણા મા ભાજપ ના નેતા ની ગાડી માથી 20 ઇવીએમ. મશીન જનતા એ પકડયા .આ લોકશાહી છેકે મજાક.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 264 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 8 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 157 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હરિયાણામાં ભાજપના નેતાની કાર માંથી 20 EVM મળી આવ્યા.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથધરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “हरियाणा में भाजपा के नेता की कार मेसे 20 EVM मिले“ લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અન્ય કીવર્ડ સાથે પણ ગૂગલ પર સર્ચ કરતા અમને કોઈ પરિણામો પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી અનુરાગ અગ્રવાલ સાથે વાત કરી હતી.
તેમને અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ EVM મશીન ભાજપાના નેતાની કાર માંથી પકડાયા નથી. જેમના દ્વારા પણ આ દાવો કરવામાં આવે છે, તે સાવખોટો અને પાયાવિહોણો છે.”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે પોસ્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે તે સાવ ખોટો છે. લોકોને ભ્રામક કરવા માટે જ આ પ્રકારની પોસ્ટ શેર કરવામાં આવતી હોય છે. હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી અનુરાગ અગ્રવાલ દ્વારા પણ આ વાતને નકારી કાઢવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે. લોકોને ભ્રામક કરવા માટે જ આ પ્રકારની પોસ્ટ શેર કરવામાં આવતી હોય છે.

Title:શું ખરેખર હરિયાણામાં ભાજપાના નેતાની કાર માંથી 20 E V M મળી આવ્યા….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
