શું ખરેખર દલસાણિયા પરિવારને તેમની છોકરી વિશે ખ્યાલ નથી.? જાણો શું છે સત્ય…

Partly False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Amish Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 ફ્રેબુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ છોકરી દલસાણીયા પરિવારની છે…ક્યા ગામની છે એ ખબર નથી…કોઈ મુસ્લીમ છોકરાએ એને ફસાવી છે…અને હવે આ બંન્ને લગ્ન કરવાના છે…કોટૅ એ ૩ મહિનાની નોટીસ આપેલી છે એ દરમ્યાન કોઈ વાન્ધો ન લે તો મેરેજ થઈ જાશે..છોકરીના પરિવાર વારાને આ બાબતની ખબર નથી…તો જેમ બને તેમ દરેક દલસાણીયા પરિવારના સભ્યોને જાણ કરી આની ઓળખ મેળવી એના માતા પિતાને તાત્કાલીક જાણ કરવી જોઈએ, એ લોકો જ આ લગ્ન અટકાવી શકે છે. અને એની જિન્દગી બચાવી શકે છે..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દલસાણીયા પરિવારની યુવતીએ મુસ્લિમ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ તે તેના માતા-પિતાને ખબર નથી.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટ ગુજરાતના તમામ વોટ્સ ગ્રુપમાં શેર કરવામાં આવી રહી હતી. તેમજ સાંપ્રદાયિક્તાને લઈ આ મેસેજને ફોર્વડ કરવામાં આવી રહ્યા હતા. તેમજ છોકરીના પરિવારને આ અંગેની કોઈ જાણ ન હોવાનું પણ મેસેજમાં જણાવવામાં આવી રહ્યુ છે. ત્યારે આ અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ઉપરના દસ્તાવેજમાં આપેલા નંબર બંને નંબર પર સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ બંને નંબર બંધ આવી રહ્યા હતા. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને છોકરીના પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ઉપરોક્ત સહી 18 ડિસેમ્બર 2019ના કરવામાં આવી હતી. ત્યારબાદ અમને આ અંગેની જાણ થઈ હતી. અને બાદમાં તારીખ 27 ડિસેમ્બરના જ આ દસ્તાવેજને રદ કરવા અમારી પુત્રી દ્વારા મોરબી લગ્ન રજીસ્ટારને  એપ્લીકેશન પણ આપી દીધી હતી. છતાં હાલમાં આ ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યુ છે.”

તેમના દ્વારા મોરબી રજીસ્ટારને આપવામાં આવેલી એપ્લીકેશન તમે નીચે વાંચી શકો છો.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, છોકરીના પરિવારજનોને આ અંગેની તમામ હક્કિત ખબર છે અને આ નોંધણી થયાના માત્ર 10 દિવસમાં જ તેને રદ કરવા છોકરી દ્વારા એપ્લીકેશન આપવામાં આવી હતી. 

પરિણામ

આમ, અમારી પડ્તાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, દલસાણિયા પરિવારની પુત્રી અંગે તેમના પરિવારને સમગ્ર હક્કિતનો ખ્યાલ છે. તેમજ આ દસ્તાવેજને રદ કરવા માટે નોંધણી થયાના 10 દિવસમાં જ છોકરી દ્વારા એપ્લીકેશન કરવામાં આવી હતી.

Avatar

Title:શું ખરેખર દલસાણિયા પરિવારને તેમની છોકરી વિશે ખ્યાલ નથી.? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: Partly False