
રાજેન્દ્ર જોશી નામના ફેસબુક યુઝર દ્વારા B+You are not Alone નામના ફેસબુક પેજ પર તારીખ 15 ઓગસ્ટ 2020ના એક ફોટો શેર કરવામાં આવી હતી. “જય હિન્દ … મિત્રો નીચેનો ફોટો લાલચોક શ્રીનગર નો આજ નો છે ..!! .. એકવાર જરૂર જય હિન્દ થઇ જાય ** ભારત માતાના મસ્તકે ત્રિરંગો મસ્ત અદામાં લહેરાઈ રહ્યો છે … વડાપ્રધાન ને સલામ ખુબ જ દૂરંદેશી કાર્ય માટે .. !!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 170 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “શ્રીનગરમાં લાલચોક પર 15 ઓગસ્ટ 2020ના ત્રિરંગો ફરકાવવામાં આવ્યો.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને પત્રકાર મુબાશિર મુસ્તાકના બ્લોગ પર પ્રકાશિત એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. 11 જુલાઈ 2010ના રોજ પ્રકાશિત આ લેખમાં લાલ ચોકનું સમાન ચિત્ર જોવા મળે છે પરંતુ આ ચિત્રમાં ત્રિરંગો જોવા મળતો નથી. તમે નીચે આ ફોટો જોઈ શકો છો. આ ફોટો 22 જૂન, 2010 નો છે.

મુબાશિર મુસ્તાક બ્લોગ | ARCHIVE
મુબાશીર મુસ્તાકે પણ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી આ અંગેની સ્પષ્ટતા કરી હતી કે, આ ફોટો જૂન 2010નો છે.
નીચે તમે બંને ફોટો વચ્ચેના ફોટોની સરખામણી જોઈ શકો છો. જેમાં સ્પષ્ટ થઈ જાય છે કે, ત્રિરંગાને ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યો છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં ફોટોશોપના માધ્યમથી ત્રિરંગાને ઉમેરવામાં આવ્યો છે. મુળ ફોટો વર્ષ 2010નો છે.

Title:શ્રીનગરમાં લાલચોક પર તિરંગો ફરકાવતો ફોટોએ ફોટોશોપ છે….જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
