શુંખરેખર 11 દિવસમાં આ હોસ્પિટલ કેન્સરની બિમારી બરાબર કરી આપ છે.? જાણો શું છે સત્ય………

False તબીબી I Medical રાષ્ટ્રીય I National

VIRAL #ગુજરાત નામના પેજ દ્વારા તારીખ 19 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3700 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 68 લોકો દ્વારા તેમના અભિપ્રાય આપવામાં આવ્યા હતા. તેમજ 4700 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આયુર્વેદથી માત્ર 11 દિવસમાં જ કેન્સર બરાબર કરી દેવામાં આવે છે. 

FACEBOOK | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પહેલા અમે પોસ્ટ સાથે શેર કરવામાં આર્ટીકલ વાંચ્યો હતો. તેમાં અમને જાણવા મળ્યુ હતુ કે, શિવાજી માર્ગ પર આવેલી ગૌધામ આયુર્વેદ કેન્સર ટ્રીટમેન્ટ એન્ડ રીસર્ચ સેન્ટર હોસ્પિટલની વાત કરવામાં આવી રહી છે. આ હોસ્પિટલ દિલ્લીમાં આવેલી છે. તે જણાવવામાં આવ્યુ હતુ. 

ARTICLE.png

જોકે, ઉપરોક્ત હોસ્પિટલના નામ પરથી અમે ગૂગલ પર આ હોસ્પિટલને શોધવા પ્રયત્ન કર્યો હતો, દરમિયાન અમને હોસ્પિટલનું એડ્રેસ અને ફોન નંબર મળ્યા હતા. આ હોસ્પિટલ ન્યુ દિલ્હીમાં આવેલી હોવાનું જાણવા મળ્ હતુ, જે આપ નીચે જોઈ શકો છો.ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને હોસ્પિટલનો જે નંબર મળ્યો હતો તે સ્વીચ ઓફ આવતો હોવાથી અમે અન્ય માધ્યમથી આ હોસ્પિટલને શોધવા પ્રયત્ન કર્યો હતો, જેમાં અમને હોસ્પિટલનું ફેસબુક પેજ પ્રાપ્ત થયુ હતુ. જેમાં અમને હોસ્પિટલનો અન્ય એક સંપર્ક નંબર પ્રાપ્ત થયો હતો, જે આપ નીચે જોઈ શકો છો. 

ત્યારબાદ અમે તે હેલ્પલાઈન નંબર પર વાત કરી હતી તેમણે અમને ત્યાના મુખ્ય ડોકટર ડો. મુકુંદ વાણીનો નંબર આપ્યો હતો. તેમની સાથે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “અમારે ત્યા આયુર્વેદ ઉપ્ચારથી જ સારવાર કરવામાં આવતી હોય છે. ઘણા લોકોને કેન્સરની બિમારીમાં રાહત પણ મળી છે. જો કે, અગિયાર દિવસમાં કોઈને પણ કેન્સર મટી જાય તે વાત દાવા સાથે કહી ન શકાય.” 

ત્યારબાદ અમે અન્ય એક આયુર્વેદ ડોક્ટર સાથે વાત કરી હતી. તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, આ પ્રકારનો ઉપચાર શક્ય છે. પરંતુ 11 દિવસમાં પરિણામ મળવુ તે વાત માની શકાય તેમ નથી. 

ઉપરોક્ત પરિણામ પરથી તેમજ ડોક્ટરના જણાવ્યા મુજબ 11 દિવસમાં કોઈ કેન્સરના દર્દીને બિમારી બરાબર થઈ જાય તેવું જાણવા મળ્યુ ન હતુ. તેમજ એ વાત સાબિત પણ થતી નથી.

પરિણામ

આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટમાં દર્શાવ્યા પ્રમાણે આ પ્રકારે હોસ્પિટલ તો કાર્યરત છે. પરંતુ આ પ્રકારે 11 દિવસમાં કેન્સરની બિમારીમાં બરાબર થઈ જાય તે સાબિત થતુ નથી. માટે ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે.

Avatar

Title:શુંખરેખર 11 દિવસમાં આ હોસ્પિટલ કેન્સરની બિમારી બરાબર કરી આપ છે.? જાણો શું છે સત્ય………

Fact Check By: Yogesh Karia 

Result: False