
Garvi Gujaratનામના ફેસબુક યુઝર દ્વારા 15 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, ‘આ ડોશી મા ઊંઝા મા મળી આવેલા છે તેમનું નામ શાંન્તીબેન છે આગળ મોકલો દોસ્તો કોઇ ને કોઇ ની મા મલી જાય યાર કોઇ સોગધ નથી દેતા તમને પણ એક માં ના પ્રેમ હેતુ થી વિન્તી કરુ શુ દોસ્તો પિલ્શી’શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 968 લોકો દ્વારા તેમના પ્રતિભાવ આપવામાં આવ્યા હતા, તેમજ 108 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 9969 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ મહિલા ઉંઝાથી મળી આવ્યા છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી આ મહિલાના ફોટોને શોધવા પ્રયત્ન કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ફોટો અંગેની કોઈ માહિતી મળી ન હતી. જો આ પ્રકારે કોઈ મહિલા ઉંઝા માંથી મળી આવી હોય તો આ સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હોય, તેથી અમે ગૂગલ પર ‘ઉંઝામાંથી વૃ્ધ્ધ મહિલા મળી આવ્યા જેનું નામ શાંતાબેન’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પણ આ મહિલા વિશે જાણકારી મળી ન હતી. તેથી અમે ઉંઝા સ્થાનિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને આ મહિલા વિશે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કયારેય કોઈ મહિલા ઉંઝા માંથી મળી નથી આવ્યા.ફેસબુક પરો લોકો દ્વારા ખોટી રીતે આ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે.”
ત્યારબાદ અમે મહેસાણા જિલ્લાના ઉંઝા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એલ.ખરાડી જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, ‘આ પ્રકારે કોઈ મહિલા ઉંઝા માંથી મળી નથી આવી, ફેસબુક પર ખોટા મેસેજ વાયરલ થઈ રહ્યો છે. લોકોને વિંનતી છે કે, આ પ્રકારની અફવાઓથી દૂર રહે.’

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં જે મહિલા ઉંઝાથી મળી આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. તે વાત ખોટી સાબિત થાય છે, કારણ કે જો સોશિયલ મિડિયામાં આ પ્રકારે પોસ્ટ વાયરલ થતી હોય તો સ્થાનિક પોલીસને આ અંગે જાણ થઈ જ હોય પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા જ આ વાતને નકારી કાઢવામાં આવી છે.
પરિણામ
અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જો સોશિયલ મિડિયામાં આ પ્રકારે પોસ્ટ વાયરલ થતી હોય તો સ્થાનિક પોલીસને આ અંગે જાણ થઈ જ હોય પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા જ આ વાતને નકારી કાઢવામાં આવી છે.

Title:શું ખરેખરઆ મહિલા ઉંઝાથી મળી આવ્યા છે…? જાણો શું છે સત્ય……
Fact Check By: Yogesh KariaResult: False
