
Sharif Bapu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પાટણમાં જોવા મળ્યા તીડના ઝુંડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાટણ શહેરમા તીડ દ્વારા કરવામાં આવેલા હુમલાનો આ વિડિયો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને THE TIMES OF INDIAની ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “જયપુરના રેસિડન્ટ વિસ્તારમાં તીડનું ઝૂંડ જોવા મળ્યા હતા.”
નવભારત ટાઈમ્સ દ્વારા પણ આ વિડિયો સાથેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમજ “જયપુરમાં તીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.”
ઈન્ડિયન એક્પ્રેસ દ્વારા આ અંગેની વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના પાટણનો નહિં પરંતુ રાજસ્થાનના જયપુરનો છે. ખોટા દાવા સાથે વિડિયોને શેર કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર પાટણમાં તીડના ઝૂંડ જોવા મળ્યા તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
